31 માર્ચ સુધી પાન-આધાર કરો લિંક કરાવવું જરૂરી નહીં તો થશે દંડ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-03-2021

ભારત સરકારે નાણાંકીય સુવિધાઓને સરળ અને પારદર્શી બનાવવાના હેતુસર પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કર્યું હતુ. નવા કાયદા અનુસાર ઈન્કમ ટેક્સ રીટર્ન ભરવા માટે આધાર અને પાન લિંક નહીં હોય તો 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે અને પાનકાર્ડ પણ બંધ થઈ જશે.

આ સિવાય સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ(CBDT)એ આદેશ કર્યો હતો કે જો આપેલ સમયગાળામાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહીં કરવામાં આવે તો પાનકાર્ડ રદ્દબાતલ થશે અને બાદમાં પાનકાર્ડ બેંક ખાતા ખોલાવા માટે, પેન્શન સ્કીમ, સ્કોલરશિપ, LPG સહિતની અન્ય સબસિડી કે કોઈપણ નાણાંકીય વ્યવહાર માટે ઉપયોગી નહીં રહે.

જો તમે પણ પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક નથી કરાવ્યું તો ચેતી જજો. 31મી માર્ચની ડેડૅલાઈન સરકારે નક્કી કરી છે. તમે નીચે જણાવેલ બે રીતે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે જોડી શકો છો :

પ્રથમ રીત : ઓનલાઈન લિંકિંગ

સ્ટેપ 1 : વિગતો દાખલ કરવા માટે તમારા પાન અને આધારકાર્ડને તૈયાર રાખો.

સ્ટેપ 2 : ઈન્કમ ટેક્સ વિભાગના ઈ-ફાઇલિંગ પોર્ટલ પર જાવ (www.incometaxindiaefiling.gov.in)

સ્ટેપ 3 : વેબપેજની ડાબી બાજુ ‘Quick Links’ સેક્શન પર ક્લિક કરો.

સ્ટેપ 4 : તમે એક નવા પેજ પર રીડાયરેક્ટ થશો.

સ્ટેપ 5 : આ પેજ પર પાન, આધાર નંબર અને અન્ય જરૂરી વિગતો જેમ કે આધાર કાર્ડ મુજબ તમારું નામ લખો.

સ્ટેપ 6 : જો તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખ લખેલ હો તો જ બોક્સમાં ટીક કરો.

સ્ટેપ 7 : ‘I agree to validate my Aadhar details with UIDAI,’ની બાજુમાં ટીક કરી બાંહેધરી આપો.

સ્ટેપ 8 : કેપ્ચા કોડ(Captcha Code)દાખલ કરો. દિવ્યાંગો માટે કેપ્ચા કોડને બદલે વન-ટાઇમ પાસવર્ડ(OTP)ની સુવિધા છે. રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી પ્રાપ્ત કરી શકશો.

સ્ટેપ 9: નીચે ‘Link Aadhaar’ બટન પર ક્લિક કરો અને અરજીને Submit કરો.

બીજી રીત : મોબાઈલ થકી

મોબાઇલ ફોન દ્વારા પાન-આધારને લિંક કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો

સ્ટેપ 1: તમે 567678 અથવા 56161 પર SMS મોકલી શકો છો: UIDPAN<12 ડિજિટ આધારકાર્ડ નંબર> <10 ડિજિટનો પાન નંબર>

(ઉદાહરણ તરીકે, જો તમારો આધાર નંબર 108956743120 છે અને તમારો પાન ABCD1234F છે તો UIDAI 108956743120 ABCD1234F લખીને 567678 અથવા 56161 પર મોકલો)

પાન-આધાર લિંકિંગ સફળતાપૂર્વક થઈ જશે તો તમને મેસેજ અને ઈ-મેઈલમાં સૂચિત કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો