મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રવધુનો ફાંસો ખાઈ આપઘાત

બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા અરેરાટી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-03-2021

મોરબીના શહેરના સામાકાંઠે સોઓરડી-નવી કલેકટર કચેરી મેઇન રોડ વિસ્તારમાં આવેલ મહાવીર પાર્કમાં રહેતા અનિતાબેન જીગ્નેશભાઈ સાગઠીયા (ઉ.વ.38) નામની મહિલાએ આજ તા.25-3 ના વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં તેમના ઘરે કોઈ ય કારણસર ગળેફાંસો ખાઇ લેતાં તેનું મોત નિપજ્યું હતું. તેનાં મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ મૃતક અનિતાબેન જીગ્નેશભાઈ સાગઠીયા મોરબી નગર પાલિકાના પૂર્વ પ્રમુખ ચંદ્રીકાબેન ડી.સાગઠીયાના પુત્રવધુ હોવાનું જાણવા મળેલ છે.

હોસ્પિટલમાંથી જાણ કરાતાં હાલ બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ સુમરાએ બનાવનું કારણ જાણવા અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે તેમનાં બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો