ગુજરાતમાં 20 વર્ષમાં 12 ગણા પ્રવાસી વધ્યા: રણોત્સવમાં સરકાર કરતા કોન્ટ્રાકટરની કમાણી કરોડોમાં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-03-2021

આજે રાજય વિધાનસભામાં પ્રવાસન વિભાગની ગ્રાન્ટની માંગણી સમયે રૂા.487.50 કરોડની જોગવાઈ ને રજૂ કરતા જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં પ્રવાસીઓમાં 12 ગણો વધારો થયો છે. 2001/02ના વર્ષમાં રાજયમાં 52 લાખ લોકો પ્રવાસન માટે આવ્યા હતા તે 2019-20માં સંખ્યા 609 લાખ થઈ છે.જે સમયગાળામાં બજેટ 40 ગણુ વધ્યુ છે. ગુજરાતમાં એશિયાઈ સિંહ લોકોનું આકર્ષણનું કેન્દ્ર છે. 2001-02માં સાસણ ગીરમાં 75 હોસ્પીટલ રૂમ હતા જે 2500 થયા છે.સાસણ ગીરના વિકાસ માટે રૂા.35.40 કરોડનો ખર્ચ કરાયો છે. કચ્છના સફેદ રણમાં ગુજરાત વર્ષ 2016-17માં 2.13 લાખ લોકોએ સફેદ રણની મુલાકાત લીધી હતી જે 2018-19માં 4.25 લાખ થઈ છે. રણોત્સવના કારણે કુલ 15.12 લાખ લોકોને સીધી અને આડકતરી રોજગારી મળે છે અને કુલ રૂા.3.89 કરોડના ખર્ચ સામે રાજય સરકારે રૂા.7.81 કરોડની આવક મળી છે. જો કે સ્ટોક હોલ્ડરને રૂા.3.13 કરોડના ખર્ચ સામે રૂા.80.90 કરોડ મળ્યા છે. આમ રણોત્સવ યોજાનાર સરકાર કરતા કોન્ટ્રાકટર વધુ કમાયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો