હવે ઘરબેઠા ખરીદી શકાશે પેટ્રોલ-ડીઝલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-03-2021

તાજેતરમાં જ એક સામે આવેલી માહિતી અનુસાર, એપ આધારિત ડોર-ટૂ-ડોર ફ્યૂલ ડિલીવરી સર્વિસ આપવા માટે The Fuel Delivery જલદીથી દિલ્હી-એનસીઆર અને મુંબઈમાં શરૂ કરવા જઈ રહી છે. આ કંપની તેમની આ નવી સર્વિસને લઈને પુરી રીતે તૈયાર છે.

ધ ફ્યૂલ ડિલીવરીના સંસ્થાપક અને સીઈઓ રક્ષિત માથુરે કહ્યું કે, અમે મુખ્ય રૂપે રિયલ એસ્ટેટ, હોસ્પિટલો, કોર્પોરેટ કાર્યલાય પાર્કો, સ્કૂલો અને સંસ્થાઓ, બેંકો, શોપિંગ મોલ, ગોડાઉન, પરિવહન અને લોજિસ્ટિક અને કૃષિ જેવા ક્ષેત્રોમાં હોમ ડિલીવરી કરવા પર ફોકસ કરી રહ્યા છે.

એપના માધ્યમથી જ કરી શકાશે ફ્યૂલનો ઓર્ડર અને પેમેન્ટ. આ એપ ગ્રાહકો સુધી ફ્યૂલી હોમ ડિલીવરીની સુવિધા ઉપલબ્ધ કરાવશે. ગ્રાહકો પોતના સ્માર્ટફોનથી જ ઘરે બેઠા ફ્યૂલનો ઓર્ડર કરી શકશે અને પેમેન્ટ પણ એપ દ્વારા જ કરવાનું રહેશે. ડિલીવરીનું મોનિટરિંગ પણ આ એપ દ્વારા જ કરવામાં આવશે.

આ સેવાથી શું ફાયદો? : ફ્યૂલ ડિલીવરીનું માર્કેટ ઘણા સમયથી ગરમ છે. ઓઈલ માર્કેટિંગ જેવી કે, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલની સાથે આ માર્કેટ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે. એવામાં કેટલીક સ્ટાર્ટ અપ કંપનીઓની સાથે ટાઈ અપ પણ કરવામાં આવી રહ્યું છે. તેનાથી ડ્રાઈવર અને હેલ્પર માટે રોજગાર પણ પેદા કરી શકાશે. કોરોનાકાળમાં આ સર્વિસ ઘણી ફાયદાકારક સાબિત થશે. તેનાથી લોકોને પેટ્રોલ પંપની લાંબી લાઈનોમાં ઉભા રહેવામાથી મુક્તિ મળશે અને કોન્ટેક્ટ લેસ ડિલીવરીનો ફાયદો ઉઠાવી શકશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો