મોરબીમાં ગેસના બિલમાં ગ્રાહકોને છેતરવામાં આવતા હોય તેવી ફરિયાદ નોંધાઈ

પંચમુખી ટ્રસ્ટની જિલ્લા કલેકટરને આવેદન પાઠવી લેખિત રજૂઆત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-03-2021

મોરબીમાં ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના બીલમાં ગ્રાહકો સાથે છેતરપીંડી કરવામાં આવતી હોય તેવી ફરિયાદ સાથે જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

શ્રી પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે ગેસ કંપની દ્વારા કોમર્શીયલ ગેસ કનેક્શન 2012 માં ગેસ કનેક્શન આપેલ છે અને ગેસ કંપની તરફથી દર માસે ગેસનું બીલ આપવામાં આવે છે જે બીલ રેગ્યુલર ભરી આપવામાં આવે છે ગેસ કંપની તરફથી જે બીલ આપવામાં આવે છે તેની અંદર એક યુનિટના કેટલા ભાવ છે તે દર્શાવવામાં આવતા નથી તેમજ ગેસ મીટરની અંદર મહિનાના જે વપરાશ યુનિટ છે તેના કરતા બીલમાં આશરે 20 થી 25 યુનિટ વધારે વપરાશ દર્શાવવામાં આવે છે.

ગેસ કંપનીની ઓફિસે અગાઉ રૂબરો જઈને મેનેજરને રજૂઆત કરી

હતી છતાં કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી તેમજ તે કાઈ કરી શકે તેમ નથી તેવું જણાવ્યું હતું જે બીલમાં વધારાના યુનિટ બતાવેલ છે તેઓએ જણાવેલ કે ગેસ સપ્લાય કરેલ તેની અંદર જે ગેસ ઉડી જાય છે અથવા લોસ જાય છે તે કંપની ગ્રાહક પાસેથી વસુલ કરે છે અને ગ્રાહકોને અન્યાય કરે છે જેથી ગેસ કંપની જે બીલમાં 1 યુનિટમાં કેટલા પૈસા દે તે દર્શાવવા તથા જે બીલમાં વપરાશ કરતા વધુ યુનિટ દર્શાવે છે તે ના દર્શાવવા તેમજ વધારાના યુનિટના પૈસા ગ્રાહક પાસેથી વસુલ ના કરે તે માટે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો