જિયોફાઇબરના યુઝર્સ માટે જિયો સેટ ટોપ બોક્સ પર ડિસ્કવરી પ્લસ લોન્ચ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-03-2021

ભારતનું પહેલું અને અગ્રણી રિયલ-લાઇફ એન્ટરટેઇનમેન્ટ પીરસતું તથા લર્નિંગ સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ ડિસ્કવરી પ્લસ તેના લોન્ચથી જ આખા દેશમાં તેના અપવાદરૂપ સિનેમેટિક એક્સિપિરિયન્સ અને સ્ટોરીટેલિંગના કારણે જબરજસ્ત માગ ધરાવે છે. હવે તેના ક્ધટેન્ટ કેટલોગની પહોંચને વિસ્તારવાના ભાગરૂપે પ્લેટફોર્મે આજે જાહેરાત કરી છે કે તે જિયો સેટ ટોપ બોક્સ ઉપર પણ લોન્ચ થઈ ગયું છે.

ડિસ્કવરી પ્લસ તેની શરૂઆતથી જ ઉત્સાહી પ્રેક્ષકો માટે ઉચ્ચતમ ગુણવત્તાની નોન-ફિક્શન સામગ્રી લાવવા અને બનાવવા માટે સમર્પિત છે. આ જુસ્સાને આગળ વધારતાં સ્ટ્રિમિંગ એપ હવે જિયોફાઇબર પર લોન્ચ થઈ છે અને તેના 60થી વધુ સબ-જેનર્સના સેંકડો શો હિન્દી, ઇંગ્લિશ, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી ભાષામાં ઉપલબ્ધ છે.

આ સહભાગીતાના કારણે જિયોફાઇબરના ગ્રાહકોને ડિસ્કવરી નેટવર્કના પ્રીમિયમ શોનો એક્સેસ મળશે અને તેમાં અત્યંત સફળ રહેલી રજનીકાંત તથા અક્ષય કુમારને દર્શાવતી ઇન ટુ ધ વર્લ્ડ સિરિઝ; મેન

વર્સિસ વાઇલ્ડ, ગોલ્ડ રશ, એક્સપેડિશન અનનોન, 90 ડે ફિયાન્સ, હાઉ ધ યુનિવર્સ વર્ક્સ જેવા અનેક હિટ શો ઉપરાંત લોકપ્રિય ભારતીય ટાઇટલ્સ જેવા કે બ્રેકિંગ પોઇન્ટ, રિવિલ્ડ: રાષ્ટ્રપતિ ભવન, હિમાલયન સુનામી, અને ઇન્ડિયા 2050 જેવા શોનો સમાવેશ થાય છે. આ લોન્ચ પ્રસંગે બોલતાં એપીએસી-ડિસ્કવરીના ડાયરેક્ટ-ટુ-કસ્ટરમર હેડ આઇસેક જોને કહ્યું હતું કે, અમે માનીએ છીએ કે ડિસ્કવરી પ્લસ એ દરેક ભારતીય ઘર માટેની પ્રોડક્ટ છે. જીઓ સાથેની અમારી સહભાગીતા તેના અજોડ નેટવર્ક અને નોંધપાત્ર સેવાઓ દ્વારાડિસ્કવરી પ્લસ અને તેના અવિશ્વસનીય સ્ટોરી ટેલિંગના ભંડારને દેશના ખૂણેખૂણે લઈ જવા માટેની અનોખી તક ઊભી કરી રહી છે.જિયોફાઇબરના રૂ. 999 તથા તેનાથી ઉપરના પ્લાન ધરાવનારા તમામ નવા અને જૂના ગ્રાહકો જિયો એપ સ્ટોરમાંથી ડિસ્કવરી પ્લસ એપ ડાઉનલોડ કરી વર્લ્ડ-ક્લાસ, રિયલ-લાઇફ ક્ધટેન્ટ માણી શકશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો