આખરે ગુજરાતમાં શિક્ષકોની ભરતી જાહેરાત થઇ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-03-2021

ગુજરાતના શિક્ષણમંત્રીએ આજે શિક્ષકની ભરતી માટે મોટી જાહેરાત કરી છે. છેલ્લા કેટલાંક સમયથી શિક્ષકો રાજ્ય સરકાર ભરતી કરશે તેવી આશાએ બેઠેલા હતા. ત્યારે આજે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ રાજ્યની તમામ શાળાઓ અને તેની પોલિસી વિશે વિગતવાર ચર્ચા કરી હતી. ત્યારબાદ શિક્ષકોની ભરતી વિશે માહિતી આપી હતી.

ગુજરાતના શિક્ષણમંત્રીએ આજે શિક્ષકોની ભરતી અંગે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં કુલ 3900 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જેમાં ધોરણ 1થી 5માં 1300 શિક્ષકોની ભરતી કરાશે. તેવી રીતે ધોરણ 6થી 8માં 2000 શિક્ષકોની ભરતી કરશા. ગ્રાન્ટેડ સ્કૂલમાં આચાર્યની પણ ભરતી કરવાની જાહેરાત કરાઈ હતી. કોલેજમાં સહાયક પ્રાધ્યાપકની 970 ભરતી અને 124 જુનિયર ક્લાર્ક અને 19 લેખક આસિસ્ટન્ટની ભરતી કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ સરકારી નોકરીમાં શિક્ષકોની ભરતી કરવાની જાહેરાતે તેમને હાશકારો અપાવ્યો છે, તેઓ છેલ્લા કેટલાંક સમયથી ભરતીની રાહ જોઈને બેઠા હતા. તેઓ અવાર નવાર સરકારને રજૂઆતો પણ કરી છે.

રાજ્યની તમામ શાળાઓ અને તેની પોલિસી વિશે વાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં વર્લ્ડક્લાસ એજ્યુકેશન બાળકોને મળી રહે અને ગુજરાતને એજ્યુકેશન ક્ષેત્રે પણ હબ બનાવવા માટે બજેટમાં મોટી ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતના બજેટમાં 14.41 ટકા એટલે કે 32,719 કરોડની રકમ ગુજરાતના એજ્યુકેશન પાછળ વાપરવામાં આવશે. એટલું જ નહીં, ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે હબ બનાવવા માટે શાળાઓને ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવશે. બાળકોને વર્લ્ડક્લાસ લેવલના ભણતર માટે આગામી વર્ષોમાં 15,000 સરકારી પ્રાથમિક, માધ્યમિક શાળાઓ-ગ્રાન્ટેન્ડ માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ દ્વારા બદલવામાં આવશે.

ચૂડાસમાએ વધુમાં જણાવ્યું કે, કોરોનામાં શિક્ષણને મોટું નુકસાન થયું છે. 2009માં નો-ડિટેન્શન પોલિસી આવી હતી, જેથી નો-ડિટેન્શન પોલિસીના કારણે નુકસાન થયું હતું. પરંતુ ત્યારબાદ શિક્ષણની ટકાવારી વધારવાનો પ્રયાસ કરાયો હતો. અગાઉની પોલિસી મુજબ ધો.9 સુધી કોઈ પણ વિદ્યાર્થીને નાપાસ કરી શકતા નહોતા. પરંતુ કેન્દ્ર સરકારે હવે શિક્ષણ નીતિમાં ફેરફાર કર્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો