સિહોર : શ્રી મારું કંસારા સમાજ ‘ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ’ તેમજ સિહોર અર્બન હેલ્થ સેન્ટર ના સયુંકત ઉપક્રમે તા.૨૭/૩/૨૧ શનિવાર ના રોજ રસીકરણ કેમ્પ યોજાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-03-2021

( હરીશભાઈ પવાર, સિહોર) સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ.,ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સિહોર અર્બન હેલ્થ સેન્ટર ના સયુંકત ઉપક્રમે કોરોના રસીકરણ કેમ્પ તા.૨૭/૦૩/૨૧ શનિવાર ના રોજ સવારે ૧૦ થી સાંજે ૪ કલાક સુધી સ્થળ.શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ ની વાડી કંસારા બઝાર સિહોર ખાતે રાખવા માં આવેલ છે. 

આ કેમ્પ માં સિનિયર સિટીઝનો જેઓ ની ૬૦ વર્ષ થી ઉપરના તેમજ ૪૫ થી  ૬૦ વય જૂથ ના અને કોમોરબિડ એટલે કે ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિ ઓ એ કોરોના મહામારી સામે “આરોગ્ય કવચ” આપવા માટે સરકારશ્રી ના અભિગમ ને લઈ સૌના વ્યાપક રસીકરણ થી “હારશે કોરોના  જીતશે ગુજરાત”નો મંત્ર સાકાર કરવા આ રસીકરણ કેન્દ્ર માં રસીકરણ નો લાભ લેવા વિનંતી છે.આ રસીકરણ દરમિયાન વ્યક્તિ એ પોતાનું કોઈ પણ એક આધાર.માટે  આધારકાર્ડ,ચૂંટણીકાર્ડ.પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ તેમજ મોબાઈલ નંબર સાથે લાવવા વિનંતી છે જેથી  રજી્ટ્રેશન  અને SMSમાટે સરળ બની શકે.   

આ રસીકરણ કેમ્પ માં કંસારા બઝાર વિસ્તાર  વોર્ડ નં ૬અને ૮તેમજ અન્ય વિસ્તાર ના રહેવાસી  સહિત ના ઓ જે રસીકરણ લેવાનું બાકી હોય  તેઓ એ વહેલા તે પહેલાં ધોરણે રસીકરણ નો લાભ લેવા માટે સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ કા. પ્રમુખ હરીશભાઈ પવાર તેમજ ટ્રસ્ટી શ્રીઓ.તેમજ ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી અરૂણાબેન પંડ્યા તેમજ ટ્રસ્ટી ગણ ની સયુંકત દ્વારા ખાસ અનુરોધ કરવા માં આવેલ છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો