PSI ભરતી વિવાદ અંગે ગૃહમંત્રીની મોટી જાહેરાત, જાણો શું છે સમગ્ર અપડેટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-03-2021

હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા PSI અને ASI ની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ ભરતી જાહેર થતાની સાથે જ વિવાદિત થઇ ગઇ છે. આ જાહેરાતમાં અનામત અંગે કેટલાક વિવાદિત નિર્ણયો લેવામાં આવ્યા હોવાનો પણ દાવો છે. અત્રે નોંધનીય છે કે, આ જાહેરાતની સાથે જ અનામત વર્ગનાં વિદ્યાર્થીઓ દ્વારા વિધાનસભાનાં ઘેરાવની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં બંધારણ બચાવોનાં નામ સાથે કેટલાક ધારાસભ્યો પણ કુદી ગયા હતા.

જો કે આ અંગે આજે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, અમને જાતીવાદી રાજકારણ ફાવતું નથી. પોલીસ ભરતી સંપુર્ણ નિયમાનુસાર થઇ રહી છે. અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે પણ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. આ ભરતીમાં અનામત વર્ગની ભરતીમાં કોઇ પ્રકારનો ઘટાડો થયો નથી. આ પ્રક્રિયા સંપુર્ણ નિયમ અનુસાર જ કરવામાં આવી છે. જે લોકો સોશિયલ મીડિયામાં ભ્રમ ફેલાવી રહ્યા છે. સમાજનાં ફાંટા પડે તે માટે કેટલાક લોકો પ્રયત્નો કરી રહ્યા છે.

આ અંગે પત્રો વાયરલ કરવામાં આવી રહ્યા છે. જો કે અમારી સાયબર સેલ દ્વારા લોકો વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી છે. ટુંક સમયમાં તેમની વિરુદ્ધ માહિતી મળવાની છે. જેના આધારે કાર્યવાહી પણ કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં ભરતી અંગે ખોટા મેસેજ વાયરલ થઇ રહ્યા છે. તમામ ભરતી કોર્ટનાં આદેશ અને બંધારણ અને કાયદાને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી રહી છે. કેટલાક લોકો રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે જે ખોટી વાત છે. તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો