દેશના નાગરિકો સુધી સરકારી સેવા પહોંચાડવા સરકારે લોન્ચ કરી ઉમંગ એપ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-03-2021

દેશના નાગરિકો સુધી સરકારી સેવા પહોંચાડવા સરકારે લોન્ચ કરી ઉમંગ એપ

૧૩૫ કરોડ ભારતીયો સુધી સરકારી સેવાઓને યોગ્ય રીતે અને સહજતાથી પહોંચાડવાના હેતુથી કેન્દ્ર સરકારે ઉમંગ એપ્લિકેશન ઈ-ગવર્નન્સ સિદ્ધાંત હેઠળ ડેવલોપ કરી છે. જેનો મુખ્ય આશય સામાન્ય વ્યક્તિ સુધી સરકારની સેવાઓ સહેલાઇથી પહોંચાડવાનો છે. સરકારની અને યોજના અને સુવિધાઓથી સામાન્ય નાગરિક અજાણ છે, તે સરકારી સુવિધાઓનો લાભ લઈને નાગરિક પોતાની સુખાકારીમાં વધારો કરી શકે છે. પરંતુ એ લાભ કેવી રીતે મેળવી શકાય, તેની જાણકારી પૂર્ણ પણે યૂઝર પાસે હોતી નથી. બીજી બાજુ  કોઈ યોજનાની જાણકારી કેવી રીતે પ્રાપ્ત કરવી, એમાં સમયાંતરે કેટલાક સુધારા થયા, તે પણ કોઇપણ વ્યક્તિ સરળતાથી પોતાના મોબાઈલ થકી પોતાની માતૃભાષામાં જાણી શકે તે આશયથી, ૨૦૧૭ નવેમ્બરમાં ઉમંગ એપ્લિકેશન તમામ નાગરિકો માટે ઉપલબ્ધ કરવામાં આવી હતી. જેમાં એપ્લિકેશન એક સુવિધાઓ અનેક વિચારનો અને સરળ ઇન્ટરફેસનો સમાવેશ કરાયો છે.

ઉમંગ એપ્લિકેશન શું છે ?

ઉમંગ એ એક સરકારી મોબાઇલ એપ છે. જે ડિજિટલ ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ ભારતમાં ઇ-ગવર્નન્સને ચલાવવા માટે રચાયેલ છે. ઉમંગને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફેર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (મેઇટી) અને નેશનલ ઇ-ગવર્નન્સ વિભાગ (એન.ઈ.જી.ડી) દ્વારા સંયુક્ત રીતે વિકસાવાઇ છે. ઉમંગનું પૂરું નામ યુનિફઇડ મોબાઇલ એપ્લિકેશન ફેર ન્યૂ એજ ગવર્નન્સ છે. આ એપ્લિકેશન હાલમાં અંગ્રેજી ઉપરાંત ૧૨ પ્રાદેશિક ભાષાઓમાં એન્ડ્રોઇડ, આઈ.ઓ.એસ અને વિન્ડોઝ ડિવાઇસીસ માટે ઉપલબ્ધ છે.

ઉમંગ એપ્લિકેશનના સ્ટેટેસ્ટિક્સ

૨૦૬૮૯ કુલ સેવાઓનો સમાવેશ

૫૦૧ સેન્ટ્રલ ગવર્નમેટની સેવા

૬૧૮ રાજ્ય સરકારની સેવા

૧૯૫૭૦ અન્ય સેવાઓ

૨૩૪ કુલ સરકારી વિભાગો જોડાયેલા છે

૧૧૮ વિભાગ કેન્દ્ર સરકારના

૧૧૬ વિભાગ રાજ્ય સરકારના

૨,૭૦,૨૭,૪૩૦ નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

૧,૪૦,૮૪,૬૦,૦૭૬ અત્યાર સુધીના એપથી થયેલા વ્યવહારો

રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું ?

ઉમંગ દ્વારા ઇ-ગવર્નન્સનો લાભ લેવા માટે, પ્રથમવાર યૂઝર્સે આ એપમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ જ ઉપલબ્ધ સેવાઓનો પૂરેપૂરો લાભ મેળવી શકાય છે. ઉમંગની રજિસ્ટ્રેશન પ્રક્રિયા ખૂબ જ સરળ છે. માત્ર ૬ પગલાંને અનુસરીને યૂઝર્સ સરળતાથી રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

પ્રથમ એપ્લિકેશન લોંચ કરો અથવા એપ્લિકેશનને ઓપન કરવી. ?એપ્લિકેશન વપરાશની ભાષા પસંદ કરવી

ડાબી બાજુની ત્રણ આડી રેખાઓ પર ટેપ કરી રજિસ્ટ્રેશન પર ક્લિક કરો ?મોબાઇલ નંબર દાખલ કરવો

મોબાઇલ નંબરને ચકાસવા માટે એક ઓ.ટી.પી આવશે જેને વેરિફાઇડ કરી એમપીન સેટ કરવો ? આધારકાર્ડને પણ લિંક કરાવી શકાય છે.

ઉમંગ પર કઈ સેવાઓ ઉપલબ્ધ છે?

ઇ.પી.એફ.ઓ.

એપ્લિકેશનમાં આપવામાં આવતી ઇ.પી.એફ.ઓ. સેવાઓમાં બે પ્રકારની માહિતી પૂરી પાડવામાં આવે છે. જેમાં સામાન્ય શોધ સેવાઓ અને કર્મચારી સેવાઓનો સમાવેશ થાય છે.

માયપેન

નવું પાન કાર્ડ એપ્લિકેશન ફેર્મ ૪૯ એ વ્યક્તિગત અને સંસ્થા માટે મેળવી શકાય છે. પાન કાર્ડની સ્થિતિને ટ્રેક કરવી  અને સરકારી ફીની ઓનલાઇન ચુકવણી કરવી પ્રક્રિયાનો પણ આમાં સમાવેશ થાય છે.

પેન્શન પોર્ટલ

પેન્શન અને પેન્શનર્સ વેલ્ફ્ેર વિભાગ, કેન્દ્ર સરકારના પેન્શનરો / કુટુંબ પેન્શનરોના પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભો માટેની નીતિઓ ઘડવા માટેનો નોડલ વિભાગ છે.

સી.બી.એસ.ઈ.

સેન્ટ્રલ બોર્ડ પરીક્ષાનું પરિણામ જોઈ શકો છો અને વધુમાં  સી.બી.એસ.ઈ.બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પરીક્ષાનું કેન્દ્ર શોધી શકો છો. સાથે જ વિધાર્થીઓ માટે કેરિયરલક્ષી માર્ગદર્શન પણ મેળવી શકાય છે.

ઇ-ધારા લેન્ડ રેકોર્ડ્સ

યૂઝર્સ કોઈ પણ જગ્યાએથી તેના જિલ્લા, તાલુકા અને ગામના સંદર્ભમાં તેની જમીનના  રેકોર્ડ જેવાકે ૭/૧૨, ૮/૧૨ અને ૬/૧૨ જોઈ શકે છે.

ઇ-પાઠશાળા

ઇ-પાઠશાળા સ્ઁઇડ્ઢ અને રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા સંયુક્ત પહેલથી બનાવવામાં આવી હતી.જેના થકી વિદ્યાર્થીઓ ઇ-ર્લિનગ કાર્ય  કરી શકે છે.

જી.એસ.ટી.

જી.એસ.ટી. સંબંધિત આઇ.ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ પ્રદાન કરે છે. આ એપ દ્વારા જી.એસ.ટી .ચુકવણી અને રિટર્ન ફઇલિંગની પ્રક્રિયા પણ સરળતાથી કરી શકાય છે.

પાક વીમો

એક સેવા જે ખેડૂતો માટે  સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ અનુસાર તેમના પાક માટે વીમા પ્રીમિયમ અને કુલ વીમા રકમની ગણતરી કરવાની મંજૂરી આપે છે.

ડીજી સેવક

સરકારી સંસ્થાઓ દ્વારા મુકેલી ફ્રીલાન્સ નોકરીઓ માટે અરજી કરી શકો છો. સાથે જ એમ્પ્લોયમેન્ટ એક્સચેંજમાં નામની નોંધણી પણ કરાવી શકો છો. જેથી રોજગારી મેળવવામાં સહેલાય રહે.

પરિવહન સેવા

ડીજી લોકરની મદદથી વાહનની નોંધણી, લાઈસન્સ, આર.સી બુક, અને ઈન્સ્યોરન્સ જેવા પ્રમાણપત્રો તપાસી શકાય છે અને ડાઉનલોડ કરી શકાય છે.

ઉમંગ એપ્લિકેશનના ફાયદા

સિંગલ-પોઇન્ટ અને સર્વવ્યાપી ઉપયોગ નાગરિકો માટે તમામ સરકારી સેવાઓ માટેનું એક જ પ્લેટફેર્મ, અથવા સરનામું, સાથે જ તમામ સરકારી વિભાગનો નાગરિકો સરળતાથી ઓનલાઇન તેમજ ઓફ્લાઈન સંપર્ક કરી શકે, તે માટેની તમામ સરકારી ખાતાઓની જરૂરી સંપર્ક સૂચિ જેમકે એસ.એમ.એસ, ઇ-મેલ, એપ્લિકેશન અને વેબ લિંક.

બધા સરકારી ડિપાર્ટમેન્ટ એક જગ્યાએ દરેક સરકારી વિભાગની અલગ અલગ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાને બદલે ફ્ક્ત તમામ સરકારી વિભાગ માટે એક જ મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની જરૂર પડે છે.

સગવડતા : જો ભવિષ્યમાં આ પ્લેટફેર્મ પર સરકાર દ્વારા વધુ સેવાઓ ઉમેરવામાં આવે તો નાગરિકોને સરકારી સેવાઓ મેળવવા માટે એપ્લિકેશનને ફ્રીથી ઇન્સ્ટોલ અથવા અપડેટ કરવાની જરૂર નથી.

સમય અને નાણાં ની બચત : નાગરિકો ગમે ત્યારે અને ગમે ત્યાં સરકારી ડિપાર્ટમેન્ટ કે ઓફ્સિની મુલાકાત લેવાની અને લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી ,તેઓ તેમના મોબાઇલ ફેન, ડેસ્કટોપ અને લેપટોપ દ્વારા સિંગલ ક્લિકથી તમામ સરકારી સેવાઓ મેળવી શકે છે.

સુરક્ષા સ્તર : તમામ સરકારી સેવાઓ સાથે ચુકવણી-આધારિત વ્યવહારોને પણ આ એપ્લિકેશન દ્વારા યોગ્ય અને જરૂરી સલામતી અને સુરક્ષિત સ્તર પૂરું પાડવામાં આવે છે. સાથે જ નાગરિકોના તમામ પ્રકારના વ્યવહારોનો ડેટા એનક્રિપ્ટેડ સ્વરૂપમાં સર્વર ઉપર સંગ્રહિત કરવામાં આવે છે.

ઉમંગ એપ્લિકેશનનું ડેશબોર્ડ / કોઇપણ એપ્લિકેશન કેટલી સફ્ળ છે તે જાણવા માટે તે એપ્લિકેશનનું ડેશબોર્ડ જાણવું ખૂબ જરૂરી છે અને ડેશબોર્ડ એપ્લિકેશન સંદર્ભે તમામ પ્રકારની યોગ્ય અને સાચી માહિતી થર્ડપાર્ટી ઓડિટ પછી જ ઉપલબ્ધ કરાવે છે. ઉમંગ એપ્લિકેશનના ડેશબોર્ડ મુજબ એપ્રિલ ૨૦૨૦ માં એપ્લિકેશન સાથે ૧.૯૬ કરોડ નાગરિકો જોડાયેલા હતા, તે વધીને ફેબ્રુઆરી ૨૦૨૧ માં ૨.૬૮ કરોડ થયા. એપની રાજ્ય પ્રમાણે ડાઉનલોડ ટકાવારી જોઈએ, તો સમગ્ર દેશમાં ગુજરાત ૬.૫૭ ટકા યૂઝર્સ સાથે પાંચમા ક્રમે છે. મહારાષ્ટ્ર ૧૪.૩૮ ટકા યૂઝર્સ સાથે પ્રથમ ક્રમે છે. એપ્રિલ ૨૦૨૦ સુધી ઉમંગ એપ્લિકેશનમાં ૧૨૭ સરકારી ડિપાર્ટમેન્ટ જોડવામાં આવ્યા હતા, તે વધીને ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં ૨૩૪ સરકારી ડિપાર્ટમેન્ટ જોડાયા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો