મોરબીમાં 23 માર્ચ શહિદ દિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-03-2021

તા. 23 માર્ચના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપવામાં આવી હતી. આથી, આ દિવસ શહિદ દિન તરીકે ઉજવવામાં આવે છે. જે નિમિત્તે વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે દેશભરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના ઉપલક્ષમાં મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર, ક્રાંતિકારી સેના અને ડો. કપિલ બાવરવા (સરકારી હોસ્પિટલ) દ્વારા રક્તદાન કેમ્પ આવતીકાલે તા. 23ને મંગળવારે સવારે 9થી 12 કલાકે ફલોરા-158, કો.ઓપરેટીવ સોસાયટી, ક્રિષ્ના સ્કુલ સામે, ઘુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યો છે. વધુ વિગત માટે મો. નંબર 99984 76158 પર સંપર્ક કરી શકાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો