પેન્શનર્સને રાહત; આધારકાર્ડ ફરજિયાત નહીં રહે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-03-2021

સરકારે પેન્શન લેનારા વૃદ્ધો માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવવાના સંબંધમાં નવા નિયમ જાહેર કર્યા છે. આ હેઠળ હવે પેન્શનરોએ ડિજિટલ જીવન પ્રમાણ પત્ર લેવા માટે આધાર કાર્ડને વૈકલ્પિક બનાવી દેવામાં આવ્યું છે. સરકારે સારા પ્રશાસન સંચાલન (સામાજિક કલ્યાણ, ઇનોવેશન, જ્ઞાન) રેગુલેશન 2020 હેઠળ પોતાની તત્કાલ સમાધાન વાળી એપ સંદેશ અને જાહેર ઓફિસોમાં હાજરી લગાવવા માટે આધાર ઓર્થેન્ટિકેશનને ઓપ્શનલ કરી દેવામાં આવ્યું છે.

ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય દ્વારા જારી અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે જીવન પ્રમાણ માટે આધારની ઓર્થેન્ટિસિટી ઓપ્શનલ હશે અને તેનો ઉપયોગ કરનાર સંગઠનોને જીવન પ્રમાણપત્ર આપવા માટે વૈકલ્પિક રીતે શોધવી જોઈએ. આ મામલામાં રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્રને આધાર કાયદો 2016, આધાર રેગુલેશન 2016, ઓફિસ મેમોરેન્ડમ

અને યુઆઇડીએઆઇ દ્વારા સમય-સમય પર જારી સર્કુલર અને દિશાનિર્દેશોનું અનુપાલન કરવું પડશે.

પેન્શનરો માટે જીવન પ્રમાણ પત્રની શરૂઆત ત્યારે થી જ્યારે ઘણા વૃદ્ધોને પેન્શન લેવા માટે પોતાના જીવિત હોવાના પૂરાવા માટે લાંબી યાત્રા કરી પેન્શન આપનારી એજન્સીની સામે ઉપસ્થિત થવું પડતું હતું. અથવા તે જ્યાં નોકરી કરતા હતા ત્યાંથી જીવન પ્રમાણપત્ર લાવવાનું હતું અને તેને પેન્શન આપનારી એજન્સી પાસે જમા કરાવવું પડતું હતું. ડિજિટલ રીતે જીવન પ્રમાણપત્ર જારી કરવાની સુવિધા મળ્યા બાદ પેન્શનરોને ખુદ લાંબી યાત્રા કરી સંબંધિત એજન્સી સમક્ષ હાજર થવામાંથી છૂટકારો મળશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો