જનતા કર્ફ્યુને વરસ થયું : સોશ્યિલ મીડિયામાં અવનવા મેસેજ વાઇરલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-03-2021

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાની જાણે ત્રીજી લહેર આવી છે.કોરોનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલાં જનતા કરફ્યુને આજે એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યુ છે.

એક વર્ષના અંતે જાણે હતાં ત્યાંને ત્યાં આવીને લોકો ઉભા હોય તેવી સિૃથતી પરિણમી છે ત્યારે સોશિયલ મિડીયામાં લોકોએ કોમેન્ટોનો મારો ચલાવી સરકાર વિરૂધૃધ ઉભરો ઠાલવી રહ્યાં છે.

એવી કોમેન્ટ થઇ રહી છેકે, હવે દેશમાં આ દિવસો ય ઉજવાય તો નવાઇ નહીં, જેમ કે, 22મી માર્ચ રાષ્ટ્રીય થાળી વાટકા વગાડો દિન,રાષ્ટ્રીય જનતા કરફ્યુ દિવસ, 24મી માર્ચ રાષ્ટ્રીય લોકડાઉન દિન, 5મી એપ્રિલ દિવડા મિણબત્તી દિવસ.

રાજ્યમાં કોરોનાએ ઉથલો માર્યો છે. ફરી દિવાળી જેવી સિૃથતી સર્જાઇ છે. શાળા,કોલેજો,જીમ,કલબ, બાગ બગીચા સહિતના જાહેર સૃથળો ઉપરાંત બીઆરટીએસ,એએમટીએસ પણ બંધ કરી દેવાઇ છે.આ સિૃથતિ સર્જાતાં ગુજરાતમાં લોકડાઉન થવાની અફવાએ જોર પકડયુ છે.

સૃથાનિક સ્વરાજની ચૂંટણી, ટી- ટવેન્ટી મેચ, દાંડી યાત્રા સહિતના જાહેર સરકારી કાર્યક્રમ બાદ કોરોના વકર્યો છે ત્યારે લોકોએ સોશિયલ મિડીયામાં સરકારની ટીકા કરતી કોમેન્ટોનો મારો ચલાવ્યો છે.એટલુ ંજ નહીં, ઘણાંએ તો કોરોનાનો હેપ્પી બર્થ ડે ઉજવી દીધો હતો.

સોશિયલ મિડીયામાં એવી સરકાર પર નિશાન તાકી એવી કોમેન્ટ થઇ રહી છેકે, કોરોનાનો વાયરસ ચામાચિડીયામાંથી આવ્યો છે. તે રાત્રે જોઇ શકે છે એટલે જ રાત્રિ કરફ્યુ લદાયો છે. રેલી, ચૂંટણી સભા,સ્ટેડિયમમાં કોરોના ન થાય પણ એકલા કારમાં ફરો તો ય કોરોનાનો ભય ખરો..

કોઇકે એવી પણ કોમેન્ટ કરી કે, કોરોના કેટલો સમજદાર છે, સરકાર ઇચ્છે ત્યારે જ એક્ટિવ થાય છે. કોરોના વકર્યો છે ત્યારે એવી ટિખળ થઇ રહી છેકે, ફરી થાળીવાદન,તાળી વાદન, ઘંટનાદ અને દિવડાં-મિણબત્તી દહનનો કાર્યક્રમ કયારે રાખ્યો છે તે જરા જણાવજો….

શાળા -કોલેજો ચાલુ કરાઇને, ફી લઇ લીધી. હવે ફરી બંધ કરી દીધી. બોસ, ગજબનો દાવ છે.. કોરોનાના નવા લક્ષણોને લઇને ય કોમેન્ટ થવા માંડી છે કે, ચૂંટણી પ્રચાર કરો તો કઇં નહી થાય પણ હોળી ધુળેટી ઉજવો તો કોરોના થશે. રાત્રે 10 વાગે પછી કોરોના ફેલાય છે.

સરકારની ટીકા કરતી કોમેન્ટ થઇ રહી છેકે, કૃપયા, રોડ પર મત નીકલીયે, ઘરમાં હી રહે, સરકાર હી આપકો, રોડ પે લે આયેગી. જબ તક દવાઇ નહીં, તબ તક ઢીલાઇ નહીં, લગાતાર હાથ ધોતે રહીયે, કભી નોકરી સે,કબી ધંધે સે, કભી પગાર સે,કભી પેન્શન સે,સરકાર આપકે સાથ હે. એવી ય શંકા વ્યક્ત કરાઇ કે, કોરોના ગુજરાતમાં બીજી વાર આવ્યો પણ પશ્ચિમ બંગાળમાં જતો નથી.

લોકડાઉન વખતે ઘરમાં પૂરાયેલાં પતિદેવોએ રોષ ઠાલવ્યો છેકે, રૂપાણી સાહેબ,હવે મહેરબાની કરીને લોકડાઉન ન કરતાં. પહેલાં લોકડાઉન વખતે તો કચરો,પોતુ,વાસણ,કપડાં ધોવાનું શીખી ગયાં છીએ, હવે લોકડાઉન થયું તો,આૃથાણાં,પાપડ,વડી,વેફર બનાવવાનુ શિખવું પડશે. પત્નિ સાથે સારૂ વર્તન કરજો, ગમે તે ઘડીએ હોટલ-રેસ્ટોન્ટ બંધ થઇ શકે છે. આમ,લોકો સોશિયલ મિડીયામાં રોષ સરકાર વિરૂધૃધ રોષ ઠાલવી રહ્યાં છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો