(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-03-2021
Reliance Jio પોતાના ગ્રાહકો માટે શાનદાર ઓફર લાવ્યું છે. જેમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ અને ડેઇલી ડેટાની સાથે અન્ય ફાયદા પણ મળે છે. કંપનીએ 749 કિંમતનો વાર્ષિક પ્લાન લોન્ચ કર્યો છે. જેમા યૂઝર્સને ઇન્ટરનેટ, કોલ અને મેસેજ જેવી સુવિધાઓ મફત આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત કંપનીએ 1199 રૂપિયા, 1499 રૂપિયાનો પ્લાન પણ લોન્ચ કર્યો છે. તો આજે આપણે 749ની કિંમતના વાર્ષિક પ્લાન અંગે જાણીએ.
રિલાયન્સ જીયોના 749 રૂપિયાનો પ્લાન જીઓ ફોનના ગ્રાહકો માટે છે. આ પ્લાનની વેલિડિટી 336 દિવસ છે. એટલે કે તમે 28 દિવસની 12 સાઇકલ સુધી આ જીયો ફોન પ્લાનનો ફાયદો લઈ શકો છો. ગ્રાહકોને દર મહિને 2 જીબી હાઈ-સ્પીડ ડેટા પ્લાનમાં આપવામાં આવે છે. આ ડેટા પૂરો થયા બાદ સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે.
આ સિવાય જીયોનો 749 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલ ઓફર કરવામાં આવે છે. ગ્રાહકોને એક સાઇકલ એટલે કે 28 દિવસ માટે 50 એસએમએસ મળે છે.
તેવી જ રીતે, જિયોનો એક રિચાર્જ પ્લાન 1,299 રૂપિયાનો પણ છે. વિશેષ બાબત એ છે કે, તેને એકવાર રિચાર્જ કરવાથી, તમને લગભગ એક વર્ષનો લાભ મળી શકે છે. આ યોજનાની માન્યતા 336 દિવસની છે. આનો અર્થ એ છે કે આ રિચાર્જ પ્લાન એવો છે કે, જો તમે એકવાર રિચાર્જ કરાવ્યું છે, તો પછી તમે એક વર્ષ માટે રિચાર્જ કરવાની મુશ્કેલીથી દૂર થઈ જશો.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો