તમારા Gmail માં સ્પેસ પુરી થઇ ગઈ છે? તો આ રીતે કરો જગ્યા, આ Tips કામ આવશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-03-2021

આપણે બધા Gmailનો ઉપયોગ કરીએ છીએ. પછી તે કોઇ પ્રેઝન્ટેશન બનાવીને આપવાનું હોય કે પછી કોઇ અગત્યાના દસ્તાવેજ મોકલવાના હોય Gmail નો ઉપયોગ ખૂબ જ અગત્યનો હોય છે. ખાસ કરીન જે લોકો ઓફિસ જઇ રહ્યા છે અથવા તો પછી ઘરેથી ઓફિસનું કામ કરી રહ્યા છે તેમના માટે Gmail ખૂબ જ જરૂરી થઇ ગયું છે.

દરેક Gmail એકાઉન્ટ માટે 15GBની ડિજિટલ સ્ટોરેજ સ્પેસ ઉપલબ્ધ કરાવામાં આવે છે. અહીં તમે ગૂગલથી સંબંધિત આઇટમ્સને સ્ટોર કરી શકો છો. તમે સ્પેસને જીમેલ, ગૂગલ ફોટોઝ, ગૂગલ ડ્રાઇવ, ગૂગલ શીટ્સ, સ્લાઇડસ અને ગૂગલ ડૉકસ વગેરે માટે ઉપયોગ કરાય છે.

જો કે જો આ સ્પેસ ફૂલ હોય તો તમે ના તો કોઇ મેલ મોકલી શકો છો અને ના તો કોઇ મેલ રિસીવ કરી શકો છો. માત્ર એટલું જ નહીં કોઇ ગૂગલ શીટસ પણ તમે બનાવી શકશો નહીં. એક વખત Gmailની સ્પેસ ફૂલ થવા પર યુઝર્સને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો છે. ખાસ કરીને એવી વ્યક્તિને જેમને સ્પેસની જરૂર પડે છે. એવામાં અમે તમને Gmailની સ્પેસ ફ્રી કરવાની રીતની માહિતી આપી રહ્યા છીએ.

બેકાર e-mail ને ક્લીયર કરો : સૌથી પહેલાં તો તમારે જે કામ કરવાનું હશે તે એ છે કે તમારા Gmailમાં હાલના બેકાર મેલ્સને ક્લિયર કરવા. કેટલીક વખત એવા કેટલાંક મેલ્સ હોય છે જે આપણા કામના હોતા નથી છતાંય તેને સંભાળીને રાખીએ છીએ. તેની સાથે કેટલીય વખત ફાઇલ્સ પણ અટેચ્ડ હોય છે. આથી સ્પેસ ભરાવા લાગે છે. એવામાં આ પ્રકારના મેલ્સને ક્લિયર કરાવી દો. આ સિવાય પ્રમોશનલ અને સોશિયલ મેલ્સની ટેબ પર જઇને તેને પણ ક્લિયર કરી દો. આ ટેબ્સમાં તમે તમામ મેલ્સને સિલેકટ ઓલ કરી શકો છો. કારણ કે અહીંના મેલ્સ કામના હોતા નથી.

પ્રમોશનલ મેઈલ જરૂરી હોય તો શું કરો?: કેટલીક વખત કોઇ પ્રમોશનલ મેલ રાખવા જરૂરી હોય છે. તેના માટે તમે પહેલાં એ મેલ્સને ઓપન કરો જેને તમે સેવ રાખ્યા છે અને તેને ખોલીને Move To Inbox કરી લો. પછી બાકી બચેલા મેલ્સને ડિલીટ કરી દો. તમે ઇચ્છો તો મેલ્સને ફાઇલની સાઇઝ પ્રમાણે પણ ડિલીટ કરી શકો છો. જ્યારે તમે મેલ્સને ડિલીટ કરી દો તો Trashમાં જાઓ અને તેને ફરી એકવખત પરમેનન્ટલી ડિલીટ કરી દો.

ગુગલ ડ્રાઈવને કરો ક્લીન: બેકાર મેલ્સને ક્લિયર કર્યા બાદ તમે ગૂગલ ડ્રાઇવની સ્પેસ પણ ઓછી કરવી પડશે. ગૂગલ ડ્રાઇવમાં હાઇ ક્વોરિટીના ફોટોઝ અને ડોક્યુમેન્ટસ હોય છે. કેટલીક વખત તેમાં હાલની વસ્તુઓ કામની હોતી નથી. એવામાં તેને ડિલીટ કરવી યોગ્ય રહે છે. ડ્રાઇવને ક્લીન કરવા માટે તમારે ગૂગલ એકાઉન્ટમાં જવું પડશે. પછી ડ્રાઇવ સેકશનના સ્ટોરેજ બટન પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમને બધી જ સ્ટોર ફાઇલ દેખાશે. અહીંથી તમે ફાઇલને સાઇઝ પ્રમાણે શોર્ટ કરી શકો છો. જે ફાઇલ કામની નથી તને સિલેક્ટ કરીને ડિલીટ કરી દો. ત્યારબાદ તમે જે ફાઇલ્સને ડિલીટ કરી છે તેને Trashમાં જઇને પરમેનન્ટ ડિલીટ કરી દો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો