લોકોએ બેકાળજી દર્શાવી તેથી ફરી સંક્રમણ વધ્યું છે: નિષ્ણાંત : વેકસીનની અસર 8-10 મહિના રહેશે: લોકોએ લાંબાગાળા માટે કોરોના પ્રોટોકોલ પાળવા પડશે તો જ સંક્રમણ જશે
દેશમાં કોરોના સામે વ્યાપક રીતે વેકસીનેશન શરૂ થયુ છે પણ ભવિષ્યમાં આ પ્રકારના વાયરસ ખતરા સામે વેકસીનેશન એ એક કાયમી પ્રક્રિયા બની જશે તેવા સંકેત છે. ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ એઈમ્સના ડિરેકટર શ્રી રણદીપ ગુલેરીયાએ એક મુલાકાતમાં જણાવ્યું કે હાલ જે વેકસીનેશન જાહેર થયુ છે તેમાં જે એન્ટીબોડી બને છે તે 8-10 માસ સુધી સંક્રમણને રોકી શકશ.
કદાચ તેનાથી થોડો સમય વધુ સલામત રહી શકાશે. દિલ્હીમાં આઈપીએસ એસો.ની એક બેઠકને સંબોધીત કરતા શ્રી ગુલેરીયાએ કહ્યું કે કોરોનાના સંક્રમણની બીજી-ત્રીજી આ બધી લહેર વાસ્તવમાં લોકોની બેજવાબદારીના કારણે જ આવે છે. સંક્રમણ ઘટે છે એટલે આપરે સૌ નિયંત્રણો ફગાવી દઈએ છીએ તેથી ફરી વાયરસને વધુ ફેલાવાની તક મળી શકે છે. લોકોએ હજુ પણ વધુ સમય બિનજરૂરી પ્રવાસ વિ. રાખવા જોઈએ.
આપણે સંક્રમણ રોકવા માટે વેકસીન એ એક ઉપાય છે પણ તે પૂરતું નથી તેવું મંતવ્ય નીતિ આયોગનાં સભ્ય (આરોગ્ય) ડો. વી.કે.પૌલે મંતવ્ય વ્યક્ત કર્યુ હતું. તેઓએ પણ લોકોની બેકાળજીને જ આ નવી લહેર માટે જવાબદાર ગણાવ્યા હતા. તેઓએ જણાવ્યું કે વેકસીન મર્યાદીત છે તેની પ્રાયોરીટી નકકી કરી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો