રાત્રી કર્ફ્યુ, મોડી આવતી બસોથી બસપોર્ટમાં અંધાધૂંધી

દો ગજ કી દૂરી અને માસ્ક પણ ભુલાયા, કોરોનાને ખૂલ્લું આમંત્રણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-03-2021

અસલામતીનો ભય : રાત્રી કફર્યુંનો સમય વધારવામાં આવ્યો છે જેથી સૌથી વધુ અસર એસ.ટી. બસમાં મુસાફરી કરતા લોકો ઉપર પડી છે. ચાર મહાનગરોમાં 9 વાગ્યાનો સમય કરતા અમદાવાદ, સુરત, વડોદરા સહિત અન્ય શહેરમાં જવા માટે અને સમયસર પહોંચવા નવા બસપોર્ટમાં મુસફરોની ભીડ જમા થઇ રહી છે. બસ સ્ટેન્ડમાં સામાજિક અંતરનો ભંગ થઇ રહ્યો છે અને મુસાફરો તેમજ ફરજ પરના કર્મચારીઓ પણ માસ્ક પહેરવાનું ભુલી ગયા હતા. રાત્રી કફર્યું, મોડી પડતી એસ.ટી. બસોથી બસપોર્ટમાં અંધાધૂંધીનો માહોલ સર્જાયો છે અને બસપોર્ટ એવું સ્થળ છે

જયાંથી કોરોના વધુ સ્પ્રેડ થઇ શકે છે. એસ.ટી.ના ટાઈમ ટેબલ કરતા બસો 20 થી 25 મિનીટ જેટલી મોડી આવતા બસ સ્ટેન્ડમાં ભીડ વધુ થઈ જાય છે અને આ તસવીરમાં નજરે પડતા દૃશ્યો ભયાનક છે તેને ઘટાડવા જરૂરી છે. બીજી તરફ સરકારની વિચિત્ર નીતિઓના કારણે ટ્રાવેલ્સ ઉદ્યોગ પણ મરણ પથારીએ પડ્યો છે અને કોરોનાના કારણે ટ્રાફિક મળતો નહીં હોવાથી 70 ટકા ખાનગીબસો બંધ પડી છે ત્યારે લોકોને એકમાત્ર એસ.ટી. સેવાનો જ આશરો છે પરંતુ સરકાર એસ.ટી. બસો વ્યવસ્થિત રીતે ચલાવી શકતી ન હોવાથી લોકોને ભારે હેરાન થવાનો સમય આવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો