પેટ્રોલ, ગેસ બાદ હવે દવા મોંઘી થશે, બોલો!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-03-2021

દુ:ખાવાની, એન્ટીઈન્ફેકિટવ, કાર્ડિયક અને એન્ટીબાયોટિકસ સહિત જરુરી દવાઓની કિંમતમાં એપ્રિલમાં વધારો થશે. સરકારે દવા ઉત્પાદક કંપનીઓને એનુઅલ હોલસેલ પ્રાઈસ ઈન્ડેકસ) ડબ્લ્યૂપીઆઈ)ના આધાર પર કિંમતમાં ફેરફારની પરવાનગી આપી છે. ડ્રગ પ્રાઈસ રેગ્યુલેટરી,નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈઝિંગ ઓર્થોરિટીએ શુક્રવારે કહ્યું કે સરકાર તરફથી

2020 માટે ડબ્લ્યૂપીઆઈમાં 0.5 ટકાના એન્યુઅલ ચેન્જ નોટિફાઈ થયુ છે.

દવા નિયામક તરફથી એન્યુઅલ ડબ્લ્યૂપીઆઈથી અનુરુપ શિડ્યુલ દવાઓની કિંમતોમાં દર વર્ષે વૃદ્ઘિની પરવાનગી આપવામાં આવે છે. સૂત્રોના જણાવ્યાનુંસાર કંપનીઓ આ વૃદ્ઘિથી ઉત્સાહિત નથી. તેમના પ્રમાણે મૈન્યુફેકચરિંગ કોસ્ટ લગભગ 15-20 ટકા વધી છે અને ફાર્મા ઈન્ડસ્ટ્રી કિંમતોમાં 20 ટકાનો વધારો કરવાની યોજના બનાવી રહી છે પરંતુ કેટલો વધારો કરી શકે છે તે આગળ ખબર પડશે.

ફાર્મા ઈન્ડસ્ટ્રીના એકિઝકયૂટીવ અનુસાર અમને લાગે છે કે વૃદ્ઘિની આ પરવાનગી બહું ઓછી છે. મહામારી દરમિયાન ઈન્ડસ્ટ્રી કાચા માલ તરફ પેકેજિંગ મટેરિયલ સહિત બીજા મટેરિયલની કિંમતોમાં વૃદ્ઘિથી અસરગ્રસ્ત થઈ છે. અમારી યોજના જલ્દી જ સરકાર પાસે હજું વધારો કરાવવાની છે.

કાર્ડિયો વૈસ્કુલર, ડાયબિટિજ, એન્ટીબાયોટિકસ, એન્ટી ઈન્ફેકિટવ અને વિટામિનના મેન્યૂફેકટર માટે મોટા ભાગે ફાર્મા

ઈન્ગ્રીડીએન્ટ ચીનથી આયાત કરવામાં આવે છે. જયારે કેટલાક એકિટવ ફાર્માસ્યૂટિકલ ઈન્ગ્રીડિએન્ટ (એપીઆઈ) માટે ચીન પર નિર્ભરતા લગભગ 80-90 ટકા છે. જયારે ચીનમાં ગત વર્ષની શરુઆતમાં કોરોનાને લીધે સપ્લાયમાં સમસ્યા આવતા ભારતીય દવા આયાતોની કોસ્ટ વધી ગઈ. આ બાદ ચીને 2020ના મઘ્યમાં સપ્લાય શરુ થવા પર તેની ઈનપુટ્સની કિંમતોમાં 10-20 ટકા વૃદ્ઘિ કરી છે.

હાલમાં સરકારે હેપિરિન ઈન્જેકશનની કિંમતમાં વૃદ્ઘિ કરી સપ્ટેમ્બર 2021 સુધી એકસટેન્ડ કરી દીધી. આનો ઉપયોગ કોવિડ 19ની સારવારમાં કરવામાં આવે છે. ચીનથી આયાત પર એપીઆઈનો ખર્ચ વધતા અનેક કંપનીઓની અપીલ પર ગત વર્ષ જૂનમાં સરકારે હેપરિન પર 50 ટકા પ્રાઈઝ વૃદ્ઘિ કરવાની પરવાનગી આપી હતી. ડ્રગ્સ પ્રાઈસ ક્ધટ્રોલ ઓર્ડર 2013 અંતર્ગત આ અનુમતિ આપવામાં આવી હતી. કંપનીઓએ એમ પણ કહ્યું હતુ કે વર્ષોથી રેગ્યુલેટેડ પ્રાઈઝમાં ઘટાડો આવ્યો છે. જયારે એપીઆઈની ઈમ્પોર્ટ પ્રાઈસમાં સતત વૃદ્ઘિ થઈ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો