ગઈકાલે રાત્રે શા માટે 45 મિનિટ સુધી ઠપ થઈ ગયું હતું વોટ્સએપ, FB અને Instagram?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-03-2021

શુક્રવાર એટલે કે 19 માર્ચની રાત્રે દુનિયાભરના સોશ્યલ મીડિયા યુઝર્સ પરેશાન થઇ ગયા હતા. જેનું કારણ છે WhatsApp, Facebook અને Instagram. આ ત્રણેય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ શુક્રવારે રાત્રે 45 મિનિટ સુધી ઠપ્પ થઇ ગયા હતા. આ સમસ્યા લગભગ રાત્રે 10.45થી 11.40 સુધી રહી હતી, જેને લઈને બધા યુઝર્સ ટ્વીટર પર આ અંગે ફરિયાદ કરી રહ્યા હતા અને તેના મીમ્સ પણ વાયરલ થયા હતા. જેને લઈને હવે કંપનીએ પોતાનું નિવેદન જારી કર્યું છે.

જાણો શું કહ્યું કંપનીએ

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ ડાઉન થવા પર કંપનીએ નિવેદન આપ્યું છે. ફેસબુકે તેને ટેક્નિકલ ઈશ્યુ ગણાવ્યો છે. ફેસબુકના એક પ્રવક્તાએ મીડિયાને કહ્યું, ’19 માર્ચની રાત્રે ટેક્નિકલ સમસ્યા કારણે યુઝર્સને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. હવે આ પ્રોબ્લેમને અમે સોલ્વ કરી દીધો છે.

આ અસુવિધા માટે અમને ખેદ છે.’ તો બીજી તરફ વ્હોટ્સએપે તેના ટ્વીટમાં કહ્યું કે, ‘તમારી ધીરજ બદલ તમને ધન્યવાદ! આ સમસ્યા 45 મિનિટ જેટલી લાંબી હતી, પરંતુ અમે તેને પૂર્વવત કરી છે.’ ઇન્સ્ટાગ્રામે ટ્વીટ કર્યું કે, કેટલાક યુઝર્સ ઇન્સ્ટાગ્રામ યુઝ કરવામાં સમસ્યા અનુભવી રહ્યા હતા. હવે અમે પરત આવી ગયા છીએ. પરેશાની બદલ અમને ખેદ છે.’

ડાઉનડિટેક્ટરના રિપોર્ટ મુજબ, ભારતમાં WhatsApp, Facebook અને Instagram ડાઉન થવાની આ સમસ્યા લગભગ 10.40 વાગ્યે શરુ થઇ હતી. જેના કારણે યુઝર્સ એક કલાક સુધી મેસેજ સેન્ડ કે રિસીવ નહોતા કરી શકતા. જેને લઈને વ્હોટ્સએપે ચોખવટ કરી હતી કે, તેની સર્વિસ 49 મિનિટ સુધી ડાઉન રહી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો