જનતા હેરાન પરેશાન રાજકીય પક્ષો બેફામ

New Delhi: BJP supporters celebrate their victory in the 2019 Lok Sabha elections at the party headquarters in New Delhi, Thursday, May 23, 2019. Counting trends indicate NDA's landslide victory in the polls. (PTI Photo/Manvender Vashist) (PTI5_23_2019_000193B)

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-03-2021

હાલ કોરોના જે પ્રકારે બેકાબુ થઇ રહ્યો છે તેના કારણે રાજ્યનાં ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ સહિતની તમામ કડકાઇ વર્તવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેના માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને સ્ટેડિયમમાં યોજાયેલી મેચને માનવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન જે પ્રકારનાં તાયફાઓ કર્યા અને નેતાઓ બેશરમ બનીને જે નાચ કર્યા કર્યા તેના કારણે કાબુમાં આવી ગયેલો કોરોના ફરી એકવાર બેકાબુ થયો છે. જેનું ફળ જનતાને ભોગવવાનો વારો આવ્યો છે.

ગુજરાત સરકાર વિરુદ્ધ અત્યારે લોકોમાં ખુબ જ રોષની લાગણી જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શાળાઓ, કોલેજો, બાગ બગીચાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જો કે જેમાં સરકારનો લાભ હોય તેવા સ્ટેચ્યુ ઓફ યુનિટી નામનો ગુજરાતનો સૌથી મોટો બગીચો ખુલ્લો રાખવામાં આવ્યો છે. સ્થાનિક બાગ બગીચા બંધ કરી દેવાયા છે. તેવામાં ચૂંટણીની જાહેરાતથી નાગરિકો ભડકી ગયા છે. સોશિયલ મીડિયા પર સરકારની ખુબ જ ફજેતી થઇ રહી છે. લોકોનો રોષ સોશિયલ મીડિયા જોવા મળી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે, હવે કોરોના નથી? સરકાર પોતાના તાયફાઓ કરવામાં જરા પણ શરમ નથી રાખી રહી પરંતુ જ્યારે નાગરિકોનાં ધંધા રોજગાર કે સગવડની વાત આવે ત્યારે સરકાર આવી જાય છે અને લોકોની જાન લીલા તોરણે પરત પણ મોકલે છે. નાગરિકો પાસેથી 1000 રૂપિયા માસ્કનાં નામે ઉઘરાવે છે ત્યારે શું નેતાઓને કોરોના નથી નડતો. તેમને માસ્ક ન પહેર્યું હોય ત્યારે સરકાર શા માટે તેમની પાસે ન દંડ વસુલે પોલીસ પણ આંખો બંધ કરીને આંખ આડા કાન કરે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો