મોરબીમાં પોલીસને ચેલેન્જ આપતા લૂંટારુઓ: ધોરે દિવસે પીપળી રોડ પર આંખમાં મરચું છાંટી 7.61 લાખની લૂંટ કરી આરોપી રફફુચક્કર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-03-2021

મોરબીના પીપળી રોડ ઉપર આશીષસિંહ વાઘેલા નામની વ્યક્તિ રૂપિયા ભરેલો થેલો લઈને જઈ રહ્યા હતા ત્યારે બાઇક ઉપર આવેલા શખ્સોએ આશીષસિંહની આંખમાં મરચાની ભૂક્કી નાખી હાથમાંથી રોકડ રકમ ભરેલો થેલો આંચકી લઈ લૂંટ ચલાવી હતી. આ ઘટના અંગે ડીવાયએસપી રાધિકા ભારઈ દ્વારા પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યું કે ભોગ બનનાર આશીષસિંહ મની ટ્રાન્સફરની ઓફિસના કર્મચારી છે. જે થેલાની લૂંટ થઈ તે થેલામાં પેઢીના રૂ. 7,61,850 રોકડ હતા. આ મામલે પોલીસ તપાસ ચલાવી આગળની કાર્યવાહી કરી રહી છે.