રવિવારથી હોળાષ્ટકનો પ્રારંભ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-03-2021

28મીએ અમૃતસિદ્ધિ યોગમાં હોળી મનાવવામાં આવશે ફાગણસુદ સાતમને રવિવારે તા.21ના સવારે 7:11 થી હોળાષ્ટકનો પ્રારંભ થશે. હોળાષ્ટકમાં શુભકાર્યોને બ્રેક લાગશે પરંતુ હોળાષ્ટકમાં પણ જપ, પાઠ, તપ, પુજા, કથા સારુ ફળ આપે છે.

ભક્ત પ્રહલાદને મારવા માટેની તૈયારી હોળીની તૈયારી હોળીના આઠ દિવસ અગાઉ કરવામાં આવેલી આથી હોળાષ્ટક આવે છે.આ વર્ષે ફાગણ સુદ પૂનમને રવિવાર તા.28ના દિવસે અમૃતિધ્દ્ધિ યોગમાં હોળીકા થશે આ દિવસે સાંજે 5:36 થી 6:42 સુધી અમૃત સિદ્ધિયોગ છે અને રવિવારે રાત્ર 12:18 કલાકે હોળાષ્ટક પુરા થશે.

અમૃતસિદ્ધિ યોગ હોવાના કારણે આ વર્ષે હોળીનું મહત્વ વધી જશે.

ખાસ કરીને હોળીના તાપમાં શરીરની બધી જ બીમારીઓ નાશ પામે છે. અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે.હોળીના દિવસે ઉપવાસ અથવા એકાટણું કરવું સવારના કુળદેવીનું પૂજન કરવું, મહાદેવજીનું પૂજન કરવું, હોળીના દિવસે સાંજના સમયે કુળદેવીના જપ કરવાથી મુસીબતો દૂર થાય છે.

હોળીના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા સુન્દરકાંડના પાઠ કરવા હનુમાનજીની પુજા કરવી તથા ભૈરવદાદાની પૂજા કરવાથી આખું વર્ષ શાંતિથી પસાર થશે.

વર્ષમાં ચાર મહારાત્રી આવે છે કાલરાત્રી એટલે કાળી ચૌદશ, મહારાત્રી એટલે મહાશિવરાત્રી, મોહરાત્રી એટલે જન્માષ્ટમી અને દારૂણ રાત્રી એટલે હોળીની રાત આમ હોળીની રાત્રીના અને

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો