ગુજરાતમાં હોળી-ધૂળેટી ઉજવવા પર પાબંદી

હોળી ઉજવવા લોકો ભેગા નહીં થઇ શકે અને ધૂળેટીમાં ‘કલરબાજી’ કરી નહીં શકે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-03-2021

કોરોના ગુજરાતમાં ફરીથી વકર્યો છે. કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં આગામી મહિને આવનારી લગ્ન સીઝન અને તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી શકે છે. હાલ ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. તે વચ્ચે ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ હોળીને લઈને મોટી વાત કરી છે. તેમણે કહ્યું કે, આ વર્ષે કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય. લોકો હોળીની ઉજવણી કરવા માટે ભેગા નહિ થઈ શકે.

રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદમાં કહ્યુ કે, કોરોનાની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લઈ રહ્યા છે. નાગરિકો રિલેક્સ થતાં ફરીથી કોરોના કેસ વધ્યા છે. દરરોજ 25 લાખ રૂપિયાના માસ્કના દંડ માટેના કેસ પોલીસ કરી રહી છે. તો આ સાથે જ આ વર્ષે ધૂળેટીની ઉજવણી હોળી ઉજવવા લોકો ભેગા નહીં થઇ શકે અને ધૂળેટીમાં ‘કલરબાજી’ કરી નહીં શકે:

કોરોના ગુજરાતમાં ફરીથી વકર્યો છે. કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં આગામી મહિને આવનારી લગ્ન સીઝન અને તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી શકે છે. હાલ ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. તે વચ્ચે ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ હોળીને લઈને મોટી વાત કરી છે. તેમણે કહ્યું કે, આ વર્ષે કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય. લોકો હોળીની ઉજવણી કરવા માટે ભેગા નહિ થઈ શકે.

રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા આજે વડોદરાની મુલાકાતે છે. ત્યારે તેમણે પત્રકાર પરિષદમાં કહ્યુ કે, કોરોનાની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લઈ રહ્યા છે. નાગરિકો રિલેક્સ થતાં ફરીથી કોરોના કેસ વધ્યા છે. દરરોજ 25 લાખ રૂપિયાના માસ્કના દંડ માટેના કેસ પોલીસ કરી રહી છે. તો આ સાથે જ આ વર્ષે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય. લોકો ઉજવણી કરવા ભેગા નહિ થઈ શકે. આ અંગે આગામી સમયમાં નિર્ણય લેવાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો