યુનોના વૈજ્ઞાનિકોની ચેતવણીઃ કોરોના બની શકે છે મજબૂત સીઝનલ બીમારી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-03-2021

યુનોના વૈજ્ઞાનિકોએ એવી ચેતવણી આપી છે કે આવું ને આવું રહ્યું તો કોરોના મજબૂત સીઝનલ બીમારી બનીને વર્ષો સુધી પજવી શકે છે. વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોના વાઈરસની બીજી લહેરનો ખતરો ઊભો થયો છે. ભારત સહિત દરેક દેશ કોરોનાને કાબૂમાં લેવા તનતોડ પ્રયાસ કરે છે, ત્યારે યુનો તરફથી જણાવાયું છે કે, કોરોના વાઈરસ ટૂંક સમયમાં જ મોસમી બીમારી (સીઝનલ બીમારી) નું સ્વરૃપ લઈ શકે છે. ચીનમાં સૌ ૫હેલા કોરોના વાઈરસનો કેસ મળ્યાના એક વર્ષ પછી પણ આ બીમારીના રહસ્યને વૈજ્ઞાનિકો ઉકેલી નથી શક્યા. કોરોનાની વિશ્વમાં ર૭ લાખથી વધુના જીવ ગયા છે.

કોરોના વાઈરસ પર અભ્યાસ કરી રહેલા નિષ્ણાતોની ટીમે કોવિડના પ્રસાર પર માહિતી મેળવવા માટે મોસમ વિજ્ઞાન અને વાયુ ગુણવત્તાનો અભ્યાસ કર્યો અને તેમાંથી થનાર પ્રભાવોની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, કોરોના વાઈરસ હવે સીઝનલ બીમારીની જેમ આવતા કેટલાક વર્ષો સુધી આ પ્રકારે પરેશાન કરતો રહેશે. સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ મોસમ સંગઠન દ્વારા રચવામાં આવેલ ૧૬ સભ્યોની ટીમે જણાવ્યું કે, સ્વાસ્થ્ય સંબંધી સંક્રમણ કાયમ મોસમી હોય છે.

કોરોના વાઈરસ પણ સીઝન અને તાપમાન અનુસાર પોતાની અસર બતાડશે. વૈજ્ઞાનિકોની ટીમે કહ્યું હતું કે, અતયાર સુધી કોરોનાને કાબૂમાં લેવા માટે જે પ્રકારે પ્રયાસો કરવામાં આવ્યા છે તેના પર પાણી ફરતું દેખાઈ રહ્યું છે. જો એ વર્ષો સુધી આ પ્રકારે કાયમ રહે તો કોવિડ-૧૯ એક મજબૂત સીઝનલ બીમારી બનીને બહાર આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો