1 એપ્રિલથી ટોલ-ટેક્સમાં 5%નો વધારો કરાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-03-2021

ટોલ-પ્લાઝા માટેના માસિક પાસ દીઠ પણ રૂા.10 થી રૂા.20 વધુ આપવા પડશે

1 એપ્રિલથી તમારે મોંઘવારીનો ભાર સહન કરવો પડશે. કારણ કે નેશન હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટોલ રેટમાં 5 ટકાનો વધારો કરી શકે છે. આ સાથે જે લોકો ટોલ પ્લાઝા માટે માસિક પાસ બનાવે છે તેમના પર પણ 10 થી 20 રૂપિયાનો વધારો થઈ શકે છે. નેશન હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દર નાણાકીય વર્ષે ટોલ ટેક્સ વધારે છે. આ વર્ષે પણ નેશન હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા નેશનલ હાઈવે પર વાહન દોડાવા માટે ટોલ ટેક્સ વધારશે. ચાલો આપણે જાણીએ કે આ વધારાથી સામાન્ય વાહનચાલક પર કેટલી અસર પડશે. ટોલ પ્લાઝા પર 5 ટકાનો વધારો સીધો માર્ગ દ્વારા મુસાફરી કરનારાને અસર કરશે કારણ કે તમામ રાજ્યોના પરિવહન વિભાગ ભાડુ મોંઘુ કરશે. આ સાથે પરિવહન પણ મોંઘા થઈ જશે. ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થવાના કારણે શાકભાજી, ફળો અને દૂધ જેવી મહત્વની ચીજો પણ મોંઘી થશે.

ટોલ કલેક્શનના આધારે અધિકારીઓ ટૂંક સમયમાં ભાવ વધારવાનો પ્રસ્તાવ મોકલવાના છે. આ સાથે માસિક ટોલમાં પણ 10 થી 20 રુપિયાનો વધારો થવાનો છે જેનાથી આવતા-જતા લોકો પર ભારણ વધી શકે છે. ગઇંઅઈં ગોરખપુર ઝોન પ્રોજેક્ટ ડાયરેક્ટર સીએમ દ્વિવેદીએ જણાવ્યું હતું કે ટોલ ટેક્સ દર નાણાકીય વર્ષે વધે છે. નવો દર 1 એપ્રિલથી લાગુ થશે અને દરખાસ્ત હેડ ક્વાર્ટરને મોકલી આપી છે.

જ્યારે ફાસ્ટટેગ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ ટોલ પ્લાઝા પર વેઇટિંગ ટાઈમ ઘટાડવાનો દાવો કરે છે તો તે પણ બળતણનો વપરાશ પણ ઘટાડશે તેવી અપેક્ષા છે. તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે જો બધા વાહનો ફેસ્ટાગનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર દોડે છે તો ભારત દર વર્ષે પેટ્રોલ અને ડીઝલ પર 20,000 કરોડ રૂપિયાની બચત કરશે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો