ઇન્ટરનેટની સ્પીડમાં ભારત 131 માં ક્રમે : પાડોસી દેશોની સ્પીડ વધુ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-03-2021

ઓક્લાના રિપોર્ટ મુજબ મોબાઈલ ઈન્ટરનેટ મામલે ભારતનો ક્રમાંક 131મો

નવી દિલ્હી, તા. 14 : ઓકલાના રિપોર્ટ મુજબ ભારત ઈન્ટરનેટની સ્પિડ મામલે પાછળ રહી ગયું છે. દુનિયાભરમાં ભારત 12.41 એમબીપીએસની સરેરાશ ડાઉનલોડ સ્પિડ સાથે મોબાઈલ ઈન્ટરનેટ મામલે 131મા ક્રમે છે. લોકોના મનમાં 5જી ઈન્ટરેનટ અને મોબાઈલ અપગ્રેડનો વિચાર હોય છે પણ ઈન્ટરનેટની દ્રષ્ટિએ ભારતની સ્થિતિ હજી પણ ખુબ સારી નથી.

એટલું જ નહી મોટાભાગના મામલામાં પાછળ રહેતું પાકિસ્તાન પણ ઈન્ટરનેટની સ્પિડ મામલે ભારતથી સારી સ્થિતિમાં છે. ઓકલાના રિપોર્ટમાં ભારતની તુલનાએ સારી અને ખરાબ મોબાઈલ ઈન્ટરનેટ સ્પિડ ધરાવતા સાત પાડોશી દેશ અંગે જાણકારી આપવામાં આવી છે. જાન્યુઆરી 2021 માટેના રિપોર્ટ મુજબ ભારતમાં 4.76 એમબીપીએસની અપલોડ સ્પિડ છે. જ્યારે સરેરાશ ગ્લોબલ ઈન્ટરનેટ ડાઉનલોડ સ્પિડ 46.73 એમપીબીએસ છે. જેની તુલનામાં ભારતમાં ડાઉનલોડ સ્પિડ 12.49 એમબીપીએસ છે. આ અંક બતાવે છે કે ભારત આ મામલે ઘણું પાછળ છે.

ઈન્ટરનેટ સ્પિડ મામલે શ્રીલંકા પણ ભારતથી આગળ છે. શ્રીલંકામાં સરેરાશ ડાઉનલોડ સ્પિડ 17.36 એમબીપીએસ અને 8.40 અપલોડ સ્પિડ છે. આ ઉપરાંત ભુતાનમાં ડાઉનલોડ સ્પિડ 15 એમબીપીએસ નજીક છે. માલદીવમા ઈન્ટરનેટની ઝડપ ભારતથી ત્રણ ગણી વધારે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો