GST રિટર્ન માટે 1લી એપ્રિલથી HSN કોડ ફરજિયાત: વેપારીઓની ચિંતામાં વધારો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-03-2021

આગામી પહેલી એપ્રિલથી તમામ કારોબારીઓ માટે જીએસટી રિટર્ન દાખલવં કરવા માટે હાર્મોનાઈઝડ સિસ્ટમ ઓફ નોમેનક્લેવર મતલબ કે નામકરણની સુમેળ સિસ્ટમ (એચએસએન) કોડનો ઉલ્લેખ કરવો ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે. નાના કારોબારીઓનું કહેવું છે કે આવું થવાની તેમની મુશ્કેલીઓ વધી શકે છે કેમ કે એચએસએન કોડમાં નાની અમથી ભૂલ થવા પર તેમણે રૂા.50,000નો દંડ ભરવો પડી શકે છે. આગામી પહેલી એપ્રિલથી કારોબારીઓને તમામ ટેક્સ ઈનવોઈસ અને જીએસટીઆર-1 ભરવા દરમિયાન એચએસએન કોડનો ઉલ્લેખ કરવો પડશે.

જીએસટી નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અત્યારે વાર્ષિક રૂા.1.5 કરોડ સુધીનો કારોબાર કરનારા કારોબારીઓને એચએસએન કોડથી મુક્ત રાખવામાં આવ્યા હતા. 1.5 કરોડથી પાંચ કરોડ રૂપિયા સુધીનો વાર્ષિક કારોબાર કરનારા લોકોને બે અંકના એચએસએન કોડનો ઉપયોગ કરવાનો હોય છે. જ્યારે પાંચ કરોડથી વધી ટર્નઓવર ધરાવતાં કારોબારીઓને ચાર અંકનો કોડ આપવાનો હોય છે. આગામી 1લી એપ્રિલથી વાર્ષિક પાંચ કરોડ સુધીના કારોબાર કરનારા તમામ કારોબારીઓએ ચાર અંક અને પાંચ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતાં કારોબારીઓએ છ ડિઝટના કોડનો ઉલ્લેખ કરવો પડશે. નિકાસકારો માટે આઠ અંકના એચએસએન કોડ હશે. વાર્ષિક પાંચ કરોડ સુધીના ટર્ન ઓવરવાળા કારોબારીઓ માટે બિઝનેસ ટુ બિઝનેસ (બીટુબી)માં એચએસએન કોડ અનિવાર્ય હશે જ્યારે બિઝનેસ ટુ ક્ધય્યુમર (બીટુસી)માં આ વૈકલ્પીક હશે પરંતુ પાંચ કરોડથી વધુના કારોબારીઓ માટે તમામ પ્રકારના બિઝનેસમાં આ અનિવાર્ય હશે.

જીએસટી નિષ્ણાત અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જણાવે છે કે કસ્ટમ ટેરિફ એક્ટ (સીમાશુલ્ક કાયદો)થી એચએસએન કોડ નીકળે છે અને તે વસ્તુઓના વર્ગીકરણના હિસાબથી નિર્ધારિત થાય છે. વસ્તુઓના વર્ગીકરણથી જ ટેક્સનો દર નક્કી થાય છે. અરોરાએ જણાવ્યું કે કારોબારી એચએસએન કોડમાં ભૂલ કરે છે તો તેનો ટેક્સનો દર અલગ થઈ જશે. બાદમાં પકડાઈ જવા પર કારોબારી પર જીએસટી એક્ટની કલમ 125 હેઠળ 50,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો