આ બેંકના ગ્રાહકો આપે ધ્યાન, 1 એપ્રિલથી નહીં ચાલે જૂની ચેકબુક

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-03-2021

બેંક કસ્ટમર્સ માટે ખૂબ જ જરૂરી સમાચાર છે. 1 એપ્રિલ 2021થી આ 8 બેંકોના ગ્રાહકોની જૂની ચેકબુક, પાસબુક અને ઇન્ડિયન ફાયનેન્સીયલ સર્વિસ કોડ (IFSC) ઇનવેલિડ થઈ જશે એટલે કે 1 એપ્રિલથી તમારી જૂની ચેકબુક કોઈ કામની નહીં રહે. બેંકોના ચેકથી ચુકવણી થઈ જશે. એવામાં જો તમારું બેંક અકાઉન્ટ પણ આ સાર્વજનિક બેંકમાં છે તો સમય રહેતા ચેક બદલાવી લેવો જરૂરી છે. આ 8 બેંક એ છે જેમનું હાલમાં જ બીજી બેંકોમાં મર્જ થયું છે. બેંકો મર્જ થવાથી અકાઉન્ટ હૉલ્ડરનો અકાઉન્ટ નંબરો, IFSC કોડ અને MICR કૉડમાં બદલાવ થવાના કારણે પહેલી એપ્રિલ 2021થી બેકિંગ સિસ્ટમ જૂના ચેકને રિજેક્ટ કરી દેશે.

આ બેંકોની બધી ચેકબુક અસામાન્ય થઈ જશે. એટલે આ બધી બેંકના ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તાત્કાલિક પોતાની શાખામાં જાય અને નવી ચેકબુક માટે અરજી કરે. કેન્દ્ર સરકારે કેટલીક બેંકોને મર્જ કરી દીધી છે. બેંકોના વધતાં NPAના ભારના કારણે કેન્દ્ર સરકારે બેંકોને મર્જ કરવાનો નિર્ણય લીધો છે. હવે મર્જ બાદ બેંકોની ચેકબુક, પાસબુક, IFSC કોડ વગેરે બદલાવાના છે. હવે આ બેંકોના ગ્રાહકોને કોઈ પણ પરિસ્થિતિમાં 1 એપ્રિલ 2021થી નવી ચેકબુક લેવી પડશે. જોકે સિન્ડીકેટ અને કેનેરા બેંકના ગ્રાહકોને આ બાબતે થોડી રાહત મળી છે.

સિન્ડીકેટ બેંકની હાલની ચેકબૂક્સ 20 જૂન 2021 સુધી માન્ય રહેશે, ત્યારબાદ નવી ચેકબુક લેવી પડશે, જે બેંકોની જૂની ચેકબુક 1 એપ્રિલથી ઇનવેલિડ થઈ જશે. તેમાં દેના બેંક, વિજયા બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા, સિન્ડીકેટ બેંક, આંધ્રા બેંક, કૉર્પોરેશન બેંક અને અલ્લાહાબાદ બેંક છે. આ બેંકોના મર્જ બાદ હવે 31 માર્ચ બાદથી તેમની પાસબુક્સ નહીં ચાલે.

દેના બેંક અને વિજયા બેંકનું મર્જ બેંક ઓફ બરોડામાં થયો હતો. તે 1 એપ્રિલ 2019થી પ્રભાવિત થઈ ગઈ છે.

ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા (UBI) બેંકનું મર્જ પંજાબ નેશનલ બેંક (PNB)માં થયું છે.

સિડિકેટ બેંકનું કેનેરા બેંકમાં મર્જ થયું છે.

આંધ્રા અને કૉર્પોરેશન બેંકનું યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં મર્જ થયું છે.

અલ્લાહાબાદ બેંકનું ઇન્ડિયન બેંકમાં મર્જ થયું છે.

તમને જણાવી દઈએ કે આ બધી બેંક પર 1 એપ્રિલ 2020થી પ્રભાવમાં આવી છે. તમે બેંકમાં સેવિંગ કે કરેન્ટ અકાઉન્ટ ખોલાવો એ વખતે બેંક ગ્રાહકને ચેકબુક આપે છે. એ ચેકબુકની મદદથી ગ્રાહક પૈસાની લેવડ-દેવડ કરી શકે છે. ચેકબુક કે લીફ પર ઘણી બધી જાણકરી હોય છે. IFSC, મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નિશન (MICR) કોડ હોય છે. આજે મોટાભાગના કામ આજ કોડની સહાયથી થાય છે. તમારી પાસે જો જૂની ચેકબુક છે તેમાં જૂની બેંકના જ IFSC અને MIRC કોડ છે, જે હવે બદલાઈ જશે. જો તમે પણ ચેકબુક માટે અરજી કરો છો તો તમને 10 દિવસમાં નવી ચેકબુક મળી જશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો