કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન મોરબી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું સેન્ટર શરૂ મિટિંગ યોજાઈ

રવિવારના રોજ સવારે 11.00 થી 1.00 પ્રવેશ પરીક્ષા યોજાશે

સેન્ટરમાં આવવા માટે 200 જેટલા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-03-2021

મોરબી,પાટીદાર સમાજની માતૃ સંસ્થા કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ જોધપર ઉપરાંત મોરબી માળીયા સમૂહ લગ્ન સમિતિ અને છેલ્લા 3 વર્ષથી મોરબી ૠઙજઈ સેન્ટર ચલાવતી સંસ્થા પાટીદાર ધામ મોરબી અને મોરબી જીલ્લાની પાટીદારની તમામ સંસ્થા જેવી કે ક્ધયા છાત્રાલય,ઉમિયા મેરેજ બ્યુરો, ઉમિયા સમાધાન પંચ, પાટીદાર સેવા સમાજ,શૈક્ષિક મહાસંઘ, શિક્ષક સંઘ,ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ,પાટીદાર અને ઉમિયા નવરાત્રી મહોત્સવ, સિરામિક એસોસિયેશન,ઉમિયા સમિતિ, ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ,કર્મચારી સંગઠનો,સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસિયેશન, સિરામિક ટ્રેડિંગ વગેરે મળીને માતૃ સંસ્થાને એક નવી ઉંચાઈ પર લઈ જવા માટે પ્રયત્નશીલ થયા છે ત્યારે માતૃ સંસ્થામા તમામના પ્રયત્નથી એક નવું મોરપિચ્છ ઉમેરવા.. એટલે કે જીપીએસસી સેન્ટર ચાલુ કરવા માટે આં તમામ ટ્રસ્ટ અને સંગઠનની એક બેઠકનું આયોજન કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રષ્ટ

જોધપર(નદી) કરવામાં આવેલ જેમાં જયેશભાઈ ગામી ટ્રષ્ટિ નાલંદા વિદ્યાલયે સૌનું શબ્દપુષ્પથી સ્વાગત કર્યું હતું, સી.જે.પટેલ નિવૃત કલેકટર દ્વારા સિવિલ સર્વિસ સેન્ટર, કેરિયર ડેવલપમેન્ટ સેન્ટરની સાંપ્રત સમયમાં ખુબજ જરૂરિયાત છે, સરકારના વહીવટી વિભાગોમાં સમાજના યુવાનો આવે એ માટે નિવાસી સર્વિસ સેન્ટર હોય તો વિદ્યાર્થીઓ એકબીજા સાથે ચર્ચા કરી શીખી શકે સારામાં સારી ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન આપવામાં આવે,જરૂરી પુસ્તકો સાથેની સુવિધા સભર લાયબ્રેરી હોય તો વિદ્યાર્થીઓ ખુજ સારી તૈયારી કરી શકે,એ માટે દરેકે તન અને મનથી તંદુરસ્ત રહેવું જોઈએ, આદર્શ જીવન શૈલી અપનાવવી જોઈએ વગેરે વાતો કરી પોતાના તરફથી જે કંઈ સહકારની જરૂરિયાત હોય તે પુરી પાડવાની ખાત્રી આપવામાં આવી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો