ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ) ટૂંક સમયમાં જ સંપૂર્ણ સ્વદેશી ઈ-કોમર્સ પોર્ટલ ‘ભારત ઈ-માર્કેટ’ ખોલશે

દેશભરનાં શેરી-ગલ્લીના દુકાનદારો પણ હવે દેશનાં કોઇપણ ખૂણે પોતાનો માલ-સામાન વેંચી શકશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-03-2021

વિદેશી ઓનલાઇન કંપનીઓ સાથે હવે દેશના નાના નાના દુકાનદારો પણ જોડાવા તૈયાર છે. ત્યારે નાના દુકાનદારોની સંસ્થા (કૈટ) એ એક એવી મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે કે જેનાથી દરેક દુકાનદાર ટૂંક સમયમાં જ શરૂ થનારી દેશી ઈ-માર્કેટ પર મફ્તમાં ઇ-દુકાન ખોલી શકશે. ક્ધફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ) ટૂંક સમયમાં જ પોતાનું ઈ-કોમર્સ પોર્ટલ ભારત ઇ-માર્કેટ ખોલવા જઈ રહ્યું છે. કૈટની યોજના આ પોર્ટલ પર દેશના તમામ નાના દુકાનદારોને લાવવાની છે. તેની પર વિક્રેતાઓને ઓનબોર્ડ લાવવા માટે તેણે આ મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે.

કૈટ હંમેશાં ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી મોટી ઓનલાઇન કંપનીઓની તદ્દન વિરોધી રહી છે. નાના વેપારીઓના હિતમાં કામ કરતી સંસ્થા કૈટ આ કંપનીઓના એફડીઆઇના નિયમોના ઉલ્લંઘન અને વેપારીઓની સાથે ભેદભાવ કરવાની નીતિઓ વિરુદ્ધ સતત બોલતી આવી છે અને સરકાર પર આને લઇને દબાવ પણ બનાવતી રહી છે.

જે રીતે વિદેશી ઓનલાઇન કંપનીઓ દેશના નિયમ-કાયદાઓને દર્શાવી રહી છે તેની સામે નિપટવા માટે આ રીતે દેશના વેપારીઓ અને ગ્રાહકો માટે પ્રતિબદ્ધ ઓનલાઇન બજાર બનાવવું અનિવાર્ય થઇ ગયું હતું.

દેશી ઇ-કોમર્સ પર ઉપલબ્ધ હશે એક કરોડ પ્રોડક્ટ્સ

એક ખાનગી ન્યુઝ અનુસાર, કૈટની યોજના આ વર્ષે ડિસેમ્બરના અંત સુધી ભારત ઇ-માર્કેટ પર 7 લાખ ટ્રેડર્સને લાવવા અને ડિસેમ્બર 2023 સુધી એક કરોડથી વધારે ટ્રેડર્સને લાવવાની છે. દેશભરના 40,000થી વધારે વેપારી સંગઠન કૈટથી સંબદ્ધ છે અને દેશભરના દુકાનદારોની ઇ-દુકાન ખોલવામાં તેઓ મહત્વની ભૂમિકા નિભાવશે.

પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે, નભારત ઇ-માર્કેટ પર રજિસ્ટ્રેશન કરાવનારા દુકાનદારો પાસેથી કોઇ પણ જાતનો ચાર્જ નહીં લેવામાં આવે. આ પ્રકારે દરેક નાના દુકાનદાર મફતમાં પોતાની ઇ-દુકાન બનાવી શકશે. હાલમાં વિદેશી કંપનીઓ 5% થી 35% સુધીનું કમીશન લે છે. તેનાથી ગ્રાહકોને સસ્તો સામાન મળી શકશે અને વેપારીઓની આવક પણ વધી શકશે

કૈટે કહ્યું કે, પોર્ટલ પર ચીની સામાન વેચવાની મંજૂરી નહીં હોય. આ સાથે જ કારીગરો, મહિલા ઉદ્યમીઓ અને કારીગરોની વિશેષ કાળજીને ધ્યાનમાં લેવામાં આવશે. આ પોર્ટલનો તમામ ડેટા દેશમાં જ રાખવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો