90 રેલવે સ્ટેશનનું થશે ખાનગીકરણ

પ્રાઈવેટ કંપનીઓ 90 રેલવે સ્ટેશનને એરપોર્ટ મોડલના આધારે ડેવલપ કરશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-03-2021

કેન્દ્રની મોદી સરકાર ખાનગીકરણ તરફ ખૂબ જ ઝડપથી કાર્ય કરી રહી છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ઈંડિયન રેલ્વે 90 સ્ટેશનોની જાળવણીની જવાબદારી પ્રાઈવેટ કંપનીઓને સોંપવા વિચાર કરી રહી છે. રેલ્વે બોર્ડ ઈચ્છે છે કે, આ સ્ટેશનો પર સિક્યોરિટી ઈંન્ફ્રાને મજબૂત કરવામાં આવશે. તેના માટે પ્રાઈવેટ કંપનીઓની માફક સંચાલન થઈ રહેલા એરપોર્ટ મોડલ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રસ્તાવને લઈને રેલ્વે બોર્ડના પ્રોટેક્શન ફોર્સના પ્રિંસિપલ ચીફ સિક્યોરિટી કમિશ્નર, જોનલ રેલ્વેના પ્રમુખો પાસેથી સલાહ માગવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે, આ 90 સ્ટેશનો પર એરપોર્ટ મોડલને લાગૂ કરવામાં આવશે. એરપોર્ટ મોડલ અંતર્ગત સુરક્ષાની મુખ્ય જવાબદારી સીઆઈએસએફ જવાનો પાસે હોય છે અને તેના માટે સેલરી કોન્ટ્રાક્ટવાળી કંપની આપે છે. એરપોર્ટ મોડલમાં સિક્યોરિટી અને ઈન્ફ્રાની જવાબદારી સમગ્રપણે પ્રાઈવેટ પ્લેટર પર હોય છે. જો આ મોડલને સ્ટેશનો પર લાગૂ કરવામાં આવે તો પહેલા એ જાણવુ જરૂરી બને છે કે, સુરક્ષા વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવશે. સ્ટેશન ફેસિલિટી સિક્યોરિટી અને કંટ્રોલ એક્સેસને એગ્રીમેંટથી બહાર રાખવામાં આવે.

આ ઉપરાંત સિક્યોરિટીમાં 50-50 ટકા પાર્ટિસિપેશનની

વાત પણ થઈ રહી છે. જણાવી દઈએ કે, ઓક્ટોબર 2019માં રેલ્વેએ એક કમિટી બનાવી હતી. આ કમિટિની જવાબદારી સોપવામાં આવી હતી કે, તે 150 ટ્રેન અને 50 રેલ્વે સ્ટેશનોને પ્રાઈવેટ હાથોમાં કઈ રીતે સોંપે, તેની બ્લૂ પ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવી. તે સમયના રેલ્વે બોર્ડના ચેરમેન વીકે યાદવને નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે ચિઠ્ઠી લખીને કહ્યુ હતું કે, તેઓ એક કમિટી બનાવે, જે આ મામલે સમય પર પોતાનો રિપોર્ટ સોંપી શકે અને આ પ્રક્રિયાને સમય પર ખતમ કરી શકે.

2023-24માં દોડવા લાગે પ્રાઈવેટ ટ્રેનો

રેલ્વે બોર્ડ સમગ્રપણે પ્રાઈવેટ ટ્રેન ચલાવવા માટેની તૈયારી કરી રહ્યુ છે. તેનો ઉદ્દેશ્ય છે કે, નાણાકીય વર્ષ 2023-24 સુધીમાં દેશમાં એક ડઝન પ્રાઈવેટ ટ્રેન દોડવા લાગે. 2027 સુધીમાં તેની સંખ્યા વધારીને 151 કરી દેવામાં આવશે. છેલ્લા કેટલાક સમયમાં રેલ્વેએ પ્લેટફોર્મ ટિકિટ પણ વધારી દીધી છે. કેટલાય સ્ટેશનો પર તે 50 રૂપિયા સુધી વસૂલવામાં આવે છે. કહેવાય છે કે, જે સ્ટેશનોની કાયાકપ્લ કરવામાં આવી છે. એ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ મોંઘી થઈ ગઈ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો