મહાશિવરાત્રીમાં રાત્રિ પૂજાનું છે મહત્ત્વ, આ એક મંત્રનો જાપ કરવાથી મળે છે અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ

કહેવાય છે કે, મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકર ત્યાં ત્યાં હોય છે જ્યાં એમના શિવલિંગ હોય છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-03-2021

શિવપુરાણ (Shivpuran) પ્રમાણે, મહાવદ ચૌદશના દિવસને મહાશિવરાત્રી (Mahashivaratri) કહેવામાં આવે છે. આ વખતે આ પર્વ 11 માર્ચ ગુરૂવારે છે. શિવ (Shiv) મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ભોલેનાથના (Bholenath) શરણોમાં ભક્તો પોતાની યથાશક્તિ ભક્તિ કરીને ભવોભવના ફેરામાંથી મુક્ત થવાનો પ્રયાસ કરે છે. દેવોના દેવ ભગવાન ભોળેનાથના ભક્તો માટે મહાશિવરાત્રિનું વ્રત ઘણું મહત્વ ધરાવે છે. ખાસકરીને મહાશિવરાત્રિના દિવસે મંદિરોમાં આસ્થાનો અદભૂત નજારો જોવા મળે છે. કહેવાય છે કે, મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકર ત્યાં ત્યાં હોય છે જ્યાં એમના શિવલિંગ હોય છે.

કેમ ઉજવવામાં આવે છે શિવરાત્રિ? – માનવામાં આવે છે કે, આ પાવન દિવસે ભગવાન શિવ અને પાર્વતીનું લગ્ન થયા હતા, અને તે જ દિવસે પહેલું શિવલિંગ પ્રકટ થયું હતું. આ સાથે ભગવાન શિવે આ જ દિવસે કાલકૂટ નામનું વિષ પોતાના કંઠમાં મુક્યું હતું જે સમુદ્ર મંથનના દિવસે બહાર આવ્યું હતું.

સ્કંદ પુરાણ અને શિવપુરાણમાં આ દિવસે અર્ધરાત્રિના શિવજીની પૂજાનું વિશેષ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ ગ્રંથો પ્રમાણે રાતના 4 પ્રહરમાં શિવજીની પૂજા કરવી જોઇએ. રાતે ભૂત, પ્રેત, પિશાચ, શક્તિઓ જે શિવજીના ગણ છે તેમની સાથે સ્વયં શિવજી પણ ભ્રમણ કરે છે. એટલે, આ સમયે તેમની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. ઉપરાંત આ પૂજા કરવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થઇ જાય છે. સાથે જ, ઈશાન સંહિતામાં મુજબ ભગવાન શિવ રાતે પ્રગટ થયા હતાં. એટલે રાતે શિવપૂજાનું વિશેષ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે

આ આ દિવસે જે કોઈ વ્રત રાખે છે તેમની ઈચ્છા ભગવાન ભોળેનાથ પુરી કરે છે. આ વ્રતને દરેક જણ કરી શકે બાળકોથી માંડીને વૃદ્ધો બધા જ કરી શકે. આ દિવસે વિધિપુર્વક વ્રત કરીને અને શિવપૂજન, શિવ કથા, શિવ સ્ત્રોતોનો પાઠ કરવો જોઈએ. જો તમે રાતે જાગીને ‘ૐ નમ: શિવાય’ના જાપ કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે. વ્રતના બીજા દિવસે તમારી શક્તિ મુજબ વસ્ત્ર, અન્ન,ભોજનનું દાન કરવું જોઈએ

વ્રતનો મહિમા – આ વ્રતની માન્યતા છે કે જે કોઈ આ વ્રત કરે છે તે દરેક ભોગ ભોગવીને મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ વ્રત દરેક પાપોનો નાશ કરનારું છે. આ વ્રતને સતત 14 વર્ષ સુધી કર્યા પછી વિધિ-વિધાન પ્રમાણે આનું સમાપન કરવું જોઈએ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો