(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-03-2021
રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સિઝન 2021-22 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી આગામી તા.16મી માર્ચથી તા.31મી જુલાઇ-2021 દરમિયાન કરવામાં આવનાર છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના 235 જેટલા ગોડાઉન કેન્દ્રો ખાતે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા ઘઉં માટે લઘુત્તમ ટેકાનો ભાવ રૂા.1975/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યો છે.
લઘુતમ ટેકાના ભાવે ઘઉં વેચાણ કરવા ઇચ્છા ધરાવતાં ખેડૂતોની ઓનલાઇન નોંધણી સંબંધિત નિગમના ગોડાઉન કેન્દ્ર ખાતે તથા ગ્રામ્ય કક્ષાએ V.C.E.મારફતે તા.8મી માર્ચથી તા. 31મી માર્ચ-2021 સુધી ચાલુ રહેશે તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવાયું છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો