સરકારી કંપની NTPC કરશે માત્ર મહિલાઓ અધિકારીઓની ભરતી : આવેદન ફી પણ નહિ લેવાય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-03-2021

રાજ્ય સરકાર દ્વારા સંચાલિત વીજળીની દિગ્ગજ કંપની એનટીપીસી(NTPC ) (National Thermal Power Corporation) એ મહિલા અધિકારીઓ માટે મહિલા દિવસ પહેલાના એક દિવસ પહેલા એક વિશેષ ભરતી અભિયાનની જાહેરાત કરી હતી. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, મહિલા દિન નિમિત્તે એનટીપીસી લિમિટેડ (NTPC Ltd.) ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપની તેના કાર્યક્ષેત્રમાં વિશેષ ભરતી અભિયાન તરીકે માત્ર મહિલા અધિકારીઓની ભરતી કરવાની યોજનાની જાહેર કરી છે.

કંપનીના નિવેદન મુજબ, તે ભારતની સૌથી મોટી વીજ ઉત્પાદન કંપની છે અને હવે આ કંપની મહિલા શક્તિને વધુ મજબુત બનાવશે. આવી ભરતી અભિયાનથી એનટીપીસીના જેન્ડર ડાયવરસિટીમાં વધારો કરશે. એનટીપીસી જ્યાં શક્ય હોય ત્યાં તેના જેન્ડર ગેપને સુધારવાનું કામ કરી રહી છે.

NTPCએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, કંપની દ્વારા વધુ મહિલા અરજદારોને આકર્ષિત કરવા પહેલ કરવામાં આવી છે. ભરતી સમયે મહિલા કર્મચારીઓ માટેની અરજી ફી સંપૂર્ણપણે માફ કરવામાં આવી છે. મહિલા કર્મચારીઓના વર્કફોર્સને સમર્થન આપવા માટે NTPC ચાઇલ્ડ કેર માટે પગાર સાથે રજા, પ્રસૂતિ રજા, વિશ્રામ રજા અને એનટીપીસીની વિશેષ ચાઇલ્ડ કેર લીવ ઓન અડોપ્શન/ડિલીવરિંગ ચાઈલ્ડ ફોર સરોગસીના માધ્યમથી નીતિઓનું પાલન કરે છે.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડે સહાયક ઇજનેર અને સહાયક કેમિસ્ટના પદો (NTPC Recruitment 2021) પર અરજીઓ મંગાવી છે. અરજી કરવા માટે માત્ર ત્રણ દિવસ બાકી છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો કે જેમણે આ પોસ્ટ્સ માટે હજી સુધી અરજી કરી નથી તેઓ સત્તાવાર NTPCની સત્તાવાર વેબસાઈટ ntpc.co.in અથવા ntpccareers.net ની મુલાકાત લઈને આ પોસ્ટ્સ (NTPC Recruitment 2021) માટે અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ (NTPC Recruitment 2021) માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 માર્ચ 2021 છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો