IPL 2021નું શિડ્યૂલ જાહેર, 9 એપ્રિલથી થશે પ્રારંભ, 30 મેના રોજ ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-03-2021

બીસીસીઆઈ (BCCI)એ આઇપીએલ 2021 (IPL 2021)નું શિડ્યૂલ જાહેર કરી દીધું છે. આ સીઝનની શરૂઆત 9 એપ્રિલથી થશે અને તેની ફાઇનલ મેચ 30 મેના રોજ અમદાવાદ (Ahmedabad)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે યોજાશે. IPL 2021ની બે ક્વોલીફાયર, એલિમિનેટર અને ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. નોંધનીય છે કે, બીસીસીઆઈ તરફથી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે આ વખતની આઇપીએલ પણ ક્લોઝ ડોર યોજવામાં આવશે.

બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને આ વખતે પણ IPL 2021 પ્રેક્ષકો વગર યોજવામાં આવશે. પરંતુ સ્થિતિનું આકલન કરીને ટૂર્નામેન્ટની પાછળની મેચો માટે જરૂરી નિર્ણય લેવામાં આવી શકે છે. એનો અર્થ એ થયો કે ટૂર્નામેન્ટની પાછળની મેચોમાં જ કદાચ પ્રેક્ષકોને સ્ટેડિયમમાં બેસીને ક્રિકેટનો આનંદ માણી શકે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે પ્લેઓફ અને ફાઇનલ

બીસીસીઆઇ તરફથી IPL 2021ની પ્લેઓફ અને ફાઇનલ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદ ખાતે બે ક્વોલિફાયર, એક એલિમિનેટર અને ફાઇનલ આ તારીખે યોજાશે. અમદાવાદમાં યોજાનારી મેચનો સમય સાંજનો 7.30 વાગ્યાનો રહેશે.

>> 25 મે 2021- ક્વાલિફાયર 1

>> 26 મે 2021- એલિમિનેટર

>> 28 મે 2021- ક્વાલિફાયર 2

>> 30 મે 2021- ફાઇનલ

IPL 2021ની જાહેર થયેલા શિડ્યૂલ મુજબ પહેલી મેચ 9 એપ્રિલના રોજ ચેન્નઈમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Banglore) વચ્ચે રમાશે. જ્યારે ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England)ને હાલમાં જ આ મેદાન પર ચાર ટેસ્ટ મેચોની સીરીઝની છેલ્લી બે ટેસ્ટ રમી હતી. આ ઉપરાંત બંને દેશોની વચ્ચે પાંચ મેચોની ટી-20 સીરીઝ પણ આ મેદાન ખાતે જ યોજાવાની છે.

6 વેન્યૂ પર યોજાશે ટૂર્નામેન્ટ

52 દિવસ સુધી ચાલનારી ટૂર્નામેન્ટમાં કુલ 60 મેચ રમાશે. 56 લીગ મેચોમાંથી ચેન્નઈ, મુંબઈ, કોલકાતા અને બેંગલુરુમાં 10-10 મેચ રમાશે. અમદાવાદ અને દિલ્હીમાં 8-8 મેચ રમાશે. આ વખતે તમામ ટીમો ન્યૂટ્રલ વેન્યૂ પર મેચ રમશે. એક ટીમને ચાર વેન્યૂ પર મેચ રમવાની રહેશે. 11 દિવસે બે મેચ રમાશે. 6 ટીમો ત્રણ-ત્રણ જ્યારે બે ટીમો બે-બે બપોરની મેચ રમશે. બપોરની મેચ 3.30  વાગ્યાથી જ્યારે સાંજની મેચ 7.30 વાગ્યાથી શરૂ થશે.

અમદાવાદ ખાતે રમાશે 8 લીગ મેચ

>> 26 એપ્રિલ- પંજાબ કિંગ્સ વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ (7.30 વાગ્યે)

>> 27 એપ્રિલ- દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (7.30 વાગ્યે)

>> 29 એપ્રિલ- દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ (7.30 વાગ્યે)

>> 30 એપ્રિલ- પંજાબ કિંગ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (7.30 વાગ્યે)

>> 2 મે- પંજાબ કિંગ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ (7.30 વાગ્યે)

>> 3 મે- કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (7.30 વાગ્યે)

>> 6 મે- રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ પંજાબ કિંગ્સ (7.30 વાગ્યે)

>> 8 મે- કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ (3.30 વાગ્યે

નોંધનીય છે કે, આઇપીએલની 2020 સીઝનને યૂએઇમાં બાયો બબલમાં આયોજિત કરવામાં આવી હતી જેને મુંબઈ ઈન્ડિયન્સે જીતી હતી. બીજી તરફ ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ્સ માટે ક્વોલિફાય કરવાના કારણે આ વર્ષે ભારતમાં જૂનમાં પ્રસ્તાવિત એશિયા કપને રદ કરી દેવામાં આવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો