સીંગતેલના ભાવમાં કડાકો યથાવત, 5 દિવસમાં 35 રૂપિયા ઘટ્યા, જાણો નવા ભાવ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-03-2021

ગત ચોમાસામાં ભારે વરસાદ અને મગફળીની અનુરૂપ વરસાદ વરસતા મગફળીના બમણાં ઉત્પાદન થયું હતું આમ છતાં સિંગતેલના ભાવમાં તેલ મિલરોએ શરુઆતથી જ ગત વર્ષની સાપેક્ષે ડબ્બે રૂા. 400 થી 500 ઉંચા ભાવ કરી દીધા હતા જેમાં ફરી એકવાર નજીવા ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. ગત પાંચ દિવસમાં ૧૫ કિલોના નવા ડબ્બાના ભાવમાં રૂા. 35 નો ઘટાડો નોંધાયો છે. ગત તા. 26 ફેબ્રુઆરીએ રૂા. 2470 થી 2520 ના મહત્તમ ભાવે પહોંચેલ તેલના ડબ્બાનો ભાવ આજે વધુ રૂા.10 ઘટ્યો છે.

હવે સીંગતેલના ભાવનો રૂા. 3435૩૫ થી 2485માં સોદા થયા હતા. આ સાથે તો કપાસિયા તેલ ઉલટું પાંચ દિવસમાં રૂા.૧૦ મોંઘુ થયું છે અને તેનો મહત્તમ ભાવ રૂા.1965 થી 1995 રહ્યો છે. જો સિંગતેલના ભાવ રૂા. 2200 થી નીચે જાય તો તેની ઘરાકી પણ વધવાની પૂરી શક્યતા છે અને તેમાંય કપાસિયા તેલના ભાવ ઉંચા હોય તો ઘર વપરાશ માટે લોકો પહેલી પસંદગી સિંગતેલને આપે તેવી શકયતા છે.

ઉલ્લેખનીય છે કે સિંગતેલની નિકાસના પગલે બેફામ ભાવવધારી દેવાયા છે પરંતુ જ્યા નિકાસ થાય છે ત્યાં સીંગતેલ પેદા થવા લાગતા કે માંગ ઘટવાથી સ્થાનિક માંગ ટેકો આપતી હોય છે અને સ્થાનિક માંગ તેના અસહ્ય ઉંચા ભાવ થી લાંબા ગાળા માટે ઘટી  જતી હોય છે, કપાસિયા તેલનું ચલણ સીંગતેલ મોંઘુ થતા જ વધ્યું છે.

મહત્વનું છે કે જે રીતે ગત વર્ષે સારા વરસાદને કારણે મગફળીની મબલખ આવક થઈ છે જેને કારણે સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો હોવો જોઈએ પરંતુ મગફળીની મબલખ આવક હોવા છતાં પણ સિંગતેલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા હતા જોકે છેલ્લા પાંચ દિવસથી ડિઝલના ભાવમાં ઘટાડો નોંધાતા આશા સેવાઇ રહી છે કે આવનારા દિવસોમાં પણ સિંગતેલના ભાવ ઘટી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો