દહેજનાં કેસમાં સુપ્રીમ કોર્ટનું કડક વલણ, નિર્દયી વ્યક્તિ પર દયા ન કરી શકાય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-03-2021

સુપ્રીમ કોર્ટે દહેજનાં એક કેસની સુનાવણી કરતા આરોપી પતિની જામીન અરજી ફગાવી દેતા કહ્યું  કે દહેજની માંગણી કરનારી નિર્દયી વ્યક્તિ પર દયા ન કરી શકાય, આરોપીનાં વકીલે કહ્યું કે તેના અસીલે દહેજ રૂપે એક રૂપિયો પણ માંગ્યો નથી તેમ છતાં પણ સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધિશ એસ એ બોબડેનું આકરૂ વલણ જોવા મળ્યું.

કેસની વિગત એવી છે કે એક વ્યક્તિએ તેની પત્ની પર આરોપ લગાવ્યો હતો  કે લગ્ન જીવન દરમિયાન પતિ-પત્ની વચ્ચે વિખવાદ સર્જાતા પત્નીએ તેમના 300 જેટલા અશ્લીલ ટિક-ટોક વિડિયો બનાવ્યા અને તે અન્યોને શેઅર પણ કર્યા હતા, તે ઉપરાંત પત્નીએ તેની ન્યુડ તસવીરો પણ બીજા લોકોને શેઅર કરી હતી.

સુપ્રીમની બેંન્ચે આ અંગે કહ્યું કે તેનો મતલબ એ નથી કે પુરૂષ તેની પત્ની પર ક્રુરતા આચરે, અને જો તેવું થયું તો તે પોતાની પત્નીને છુટાછેડા આપી શકતો હતો. જ્યારે તે વ્યક્તિનાં વકીલે કહ્યું કે તેના અસિલ વિરૂધ્ધ એફઆઇઆરમાં એક તરફી આરોપો લગાવવામાં આવ્યા છે, તો પણ સુપ્રીમે તેમની દલીલોનો અસ્વિકારીને આગોતરા જામીન અરજી ફગાવી દીધી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો