Jio હવે 4G LTE ટેકનૉલૉજી સાથે લેપટોપ લોન્ચ કરશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-03-2021

4જીને કિફાયતી બનાવ્યા બાદ હવે રિલાયન્સ જીઓ ગ્રાહકો સુધી સસ્તી કિંમતના લેપટોપ પહોંચાડવા તૈયારી કરી રહ્યું છે. આ લેપટોપમાં 4જી એલટીઈ સપોર્ટ મળશે. ગત વર્ષે કંપની દ્વારા જીઓબુકની જાહેરાત કરાઈ હતી, આ લેપટોપ હોવાની શક્યતા છે.

આ લેપટોપ ચાલુ વર્ષે બજારમાં આવી જશે. જીઓબૂક એન્ડ્રોઇડ અને જીઓની ઓપરેટિંગ સિસ્ટમ ઉપર આધારિત રહેશે, જીઓ દ્વારા જીઓબૂક માટે ચાઇનીઝ કંપની બ્લ્યુબેન્ક કોમ્યુનિકેશન ટેકનોલોજી સાથે ભાગીદારી કરાઈ હોવાનું માનવામાં આવે છે.

બ્લ્યુબેન્ક દ્વારા થર્ડ પાર્ટી માટે મોબાઈલ ડિવાઇસ અને સોફ્ટવેર બનાવવામાં આવે છે. જીઓફોનમાં જે ઓપરેટિંગ સિસ્ટમ વપરાય છે તે Kaiosને પણ બ્લ્યુબેન્ક દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

ક્વોલકોમ સાથે વાતચીત

2018ના ઇકોનોમિક ટાઇમના રિપોર્ટ મુજબ સેલ્યુલર કનેક્ટિવિટી ધરાવતા જીઓના લેપટોપ માટે ક્વોલકોમ સાથે પણ વાતચીત ચાલી રહી હતી. રિલાયન્સના સીઇઓ મુકેશ અંબાણીએ દેશમાં સેલ્યુલર કનેક્ટિવિટી ધરાવતા વિન્ડોઝ 10 સંચાલિત લેપટોપ માટે વિચારણા હાથ ધરી હતી. સોફટવેર અંગે ચર્ચા પણ હાથ ધરાઈ હતી.

લેપટોપમાં મળશે આટલી સુવિધા!

લેપટોપમાં વિડિઓ આઉટપુટ માટે મિનિ એચડીએમઆઈ કનેક્ટર, 2.4 અને 5 જીએચઝેડ ફ્રીક્વન્સીઝ, બ્લૂટૂથ, એક્સેલરોમીટર, અને ક્વાલકોમ ઓડિયો ચિપ અપાઈ શકે છે. જીઓબૂમમાં જિયોસ્ટોર, જીઓમીટ, અને જીઓપેજ પર પહેલાથી ઇન્સ્ટોલ કરેલું રહેશે. રિપોર્ટમાં એમ પણ નોંધવામાં આવ્યું છે કે માઈક્રોસોફ્ટ ટીમ્સ માઇક્રોસોફ્ટ એજ અને ઓફીસ જેવી માઇક્રોસોફ્ટ એપ્લિકેશનો પણ મળશે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો