ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓ માટે રાહત : ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-03-2021

ધોરણ 10ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી છે. તેઓ 15 માર્ચ સુધી ધોરણ 10ની પરીક્ષાના ફોર્મ ભરી શકશે. આજે ધોરણ 10ના પરીક્ષા ફોર્મ ભરવા માટે અંતિમ દિવસ હતો. કેટલાક વિદ્યાર્થીઓનું ફોર્મ ભરવાનું બાકી રહેતા આ નિર્ણય લેવાયો છે. લેટ ફી ભરવી પડશે નહીં!

ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ હતી. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શક્યા નથી. જેને લઈ 15 માર્ચ 2021 સુધીનો સમય વધારી દેવાયો છે. બોર્ડે નક્કી કરેલી ફી સાથે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. વિદ્યાર્થીઓએ 15 માર્ચ સુધીમાં કોઈ લેટ ફી પણ ભરવી પડશે નહીં.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો