કેવડિયામાં અન્ડર વૉટર હૉટલ બનશે !

વડાપ્રધાન આવતીકાલે કેવડિયા ખાતે એરપોર્ટ અને અન્ડર વૉટર હૉટલનું પણ ખાતમુહૂર્ત કરે તેવી સંભાવના

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-03-2021

6ઠ્ઠી માર્ચના દિવસે પૂર્ણાહુતિના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે અને તેઓ આ પ્રસંગે સંબોધન પણ કરનાર છે. તેઓ પહેલા વડોદરાથી કેવડિયા આવવાના હતા પરંતુ એ કાર્યક્રમ રદ કરી હવે અમદાવાદથી સી પ્લેન મારફતે કેવડિયા આવી શકે એવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. કેવડિયા કોલોનીમાં આ દિવસને લઇને ભારે

ચહલપહલ જોવા મળી રહી છે. ખાસ કરીને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ હવે યોજાઈ રહી છે. ડિફેન્સની કોન્ફરન્સમાં ત્રણ દિવસ દરમિયાન દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને લઇને મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવનાર છે. ત્યારે આ કોન્ફરન્સને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમજ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હોય. સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો