હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસનું સુકાન સોંપવા મુદ્દે NSUI એ શું કહ્યું જાણો..

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-03-2021

કારમી હાર બાદ હવે ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે ખેંચતાણ શરૂ થઈ છે. અમિત ચાવડાના રાજીનામાં બાદ હવે ઈન્દ્રવિજયસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવવા NSUI અને યુથ કોંગ્રેસે માંગ કરી છે. જો કોંગ્રેસને ગુજરાતમાં ટકી રહેવું હોય તો યુવા નેતાઓને કમાન્ડ સોંપવાની NSUIએ માગ કરી છે. સાથે હાર્દિક પટેલ (hardik patel) ના નામ અંગે કહ્યું કે, તેમને હજુ પક્ષમાં લાંબો સમય થયો નથી. જેથી હાલ ઈન્દ્રવિજયસિંહને જ પ્રદેશ પ્રમુખ બનાવવા જોઈએ. મહત્વનું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને નેતા વિપક્ષના પદેથી પરેશ ધાનાણીએ રાજીનામાં આપ્યા છે. જેને હાઈકમાન્ડે સ્વીકારણ પણ કરી લીધા છે. જો કે નવા પ્રદેશ પ્રમુખ અંગે હજુ હાઈકમાન્ડે કોઈ વિચારણા કરી નથી. પરંતુ NSUIએ પ્રદેશ પ્રમુખ પદ માટે અત્યારથી જ લોંબિંગ શરૂ કરી દીધું છે.

મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપની ભવ્ય જીત બાદ કોંગ્રેસ (gujarat congress) પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. આ બાદ કેન્દ્રીય નેતૃત્વ એ બંને નેતાઓના રાજીનામાનો તાત્કાલિક સ્વીકાર કર્યા બાદથી યુથ કોંગ્રેસ અને NSUI ના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય નેતૃત્વ પ્રદેશ પ્રમુખના નવા નામ અંગે વિચારણા શરૂ કરે એ પહેલા જ યૂથ કોંગ્રેસ અને NSUI એ ઇન્દ્રવિજયસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી માંગ કરી છે.

ત્યારે યુવા પ્રમુખ તરીકે હાર્દિક પટેલના નામ અંગે કોંગ્રેસના યુવા કાર્યકરો પ્રતિક્રિયા આપતા કહે છે કે, હાર્દિકને હજુ લાંબો સમય પક્ષમાં થયો નથી, હાર્દિક સંગઠન બનાવવામાં મહેનત કરે. પરંતુ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા રહ્યા છે. તેમને જે જવાબદારી મળી રહી છે તેમાં તેઓએ પોતાને સાબિત પણ કર્યા છે. કોંગ્રેસ પક્ષને હવે ગુજરાતમાં ટકી રહેવા યુવા તેમજ અનુભવની જરૂર છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો