ખરાબ વાતાવરણ અને રોગના કારણે ધાણાના ઉત્પાદનમાં ફટકો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-03-2021

ગુજરાતમાં કુલ 1.41 લાખ હેક્ટરમાં ધાણાનું વાવેતર હતું. જેમાં સૌરાષ્ટ્રમાં 1.37 લાખ હેક્ટર વાવેતર હતું. કચ્છ સાથે 100 ટકા વાવેતર આ વિસ્તારમાં હતું. પાક તૈયાર થતાં ખરાબ હવામાન અને રોગના કારણે ઉત્પાદનમાં સારી એવી ઘટ આવી છે.

જુનાગઢમાં 40 હજાર હેક્ટર વાવેતર થયું હતું. રાજ્યના 28 ટકા વાવેતર જુનાગઢનું હતું. રાજકોટ 23 હજાર હેક્ટર, જામનગર 14, પોરબંદર 16, દ્વારકા 22, અમરેલી 10 હજાર હેક્ટરના વાવેતર હતા.

ગુજરાતમાં સુગંધી મસાલા પાક ધાણામાં છેલ્લા ભેજ અને ઝાકળ આવી જતાં ઉત્પાદન પર માઠી અસર થઈ છે. પાસ તૈયાર થઈને બજારમાં આવી રહ્યો છે.

ધારણા હતી કે આ વખતે ધાણાનું વિક્રામી વાવેતર થયું હોવાથી જંગી ઉત્પાદન મળશે. ખેડૂતોની અને વેપારીઓની આ ધારણા પર કુદરતે પાણી ફેરવી દીધું છે. દર વર્ષે જે જમીનમાં ધાણા વવાતા હતા ત્યાં રોગ વધું છે, નવી જમીનમાં ધાણા વાવેલા છે ત્યાં રોગ ઓછો છે. ગુજરાતમાં 55 લાખ બોરીનું ઉત્પાદન થવાની ધારણા વેપારીઓ અને મસાલા બજારની છે.

હવામાન ફેરફારના કારણે ધારણાના ફોલમાં 20 ટકા ઘટાડો થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. કિલોએ 55થી 65 રૂપિયા ભાવ ખેડૂતોને મળે છે. સારા લીલા રંગના ધાણાનો ભાવ 65થી 75 છે. ઘાણી તેનાથી નીચે છે. પમ લીલા રંગની ઘાણીનો એક કિલોનો ભાલ રૂપિયા 100થી 130 ની આસપાસ આવે છે. 20 કિલોના ભાવ 1100થી 1500 મળે છે. લીલા રંગની ઘાણીનો 20 કિલોના ભાવ રૂપિયા 2500 સુધી મળે છે.

20 મણનો ઉતારો મળતો હતો તે ખરાબ હવામાન અને રોગના કારણે 10થી 15 મણ માંડ મળે છે.

વાયદાનો વેપાર વધ્યો છે. સૌરાષ્ટ્રમાં ધાણાનું વાવેતર ઘણું થયું હોવા છતાં ગુજરાત બહારથી માલ વેચાવા આવી રહ્યો છે. ગુજરાત બહારના વેપારીઓ ગુજરાતની ખેડૂતોની સારા માલની ક્રેડિય ભાવમાં ખાઈ રહ્યાં છે. તેની સામે ગુજરાત બહારના વેપારીઓ ગોંડલ ખેત ઉત્પન્ન બજારમાં ખરીદી કરવા માટે મોટા પ્રમાણમાં આવી રહ્યાં છે. ગોંડલ ખેત બજાર ભારતનું મોટું બજાર બનવા તરફ જઈ રહ્યું છે. આખા સૌરાષ્ટ્રનો માલ ગોંડલમાં વેચવા ખેડૂતો આવે છે અને ત્યાંથી આખા ભારતમાં માલ જાય છે. જામજોધપુર, જેતપુર, રાજકોટ, જામનગરથી પણ સારો માલ ઉપડી રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો