સુરતના અત્યંત ચકચારી નાર્કોટિક કેસમાં આરોપીઓનો જામીન ઉપર છુટકારો ફરમાવતી સુરત સેસન્સ કોર્ટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-03-2021

સુરત જિલ્લાના સોનગઢ ગામે આવેલી ‘મે. અરડોર ડ્રગ્સ પ્રા. લી .’ નામની દવાની ફાર્માસ્યુટિક કંપની ઉપર ડી.આર.આઇ. દ્ગારા દરોડા પાડવામાં આવેલ અને ‘સાઇકોટ્રપિક સબસ્ટેન્સ’ તથા ‘કંટ્રોલ ડ્રગ્સ’ નો જથ્થો તપાસતા તેમા ઘટ આવેલી જણાવેલ જે બાબતે ફેકટરીના માલિકો વિગેરેની પુછપરછ પરથી તેમને આ જે રસાયણમાં ઘટ જણાયે, તે રસાયણમાંથી ‘ટ્રૅમડોલ’ ટેબ્લેટ્સ નામની ૬૦ લાખની ગોળીઓ બનાવીને નિકાસ કરેલી અને ૧પ લાખ ગોળીઓનો જથ્થો હજીરા પોર્ટ ઉપર નિકાસ માટે રાખે, હોવાનું તપાસમાં ખુલવા પામેલ જેથી ડી આર આઇ દ્ગારા હજીરા પોર્ટ ઉપર છાપો મારી ત્યાંથી પણ ‘ટ્રૅમડોલ’ ટેબ્લેટ્સનો જથ્થો કબ્જે કરેલ તેમજ આ કંપની દ્ગારા કેટલુંક કેમીકલ બારોબાર દિલ્હીના એક વેપારીને વેેંચી મારવામાં આવેલ તેવું પણ ખુલવા પામેલ જેથી ડિ.આર.આઇ દ્ગારા આ આક્ષેપિત ગુન્હા બદલ એન.ડી.પી.એસ. એકટ અન્વયે કંપનીના ત્રણ ડિરેક્ટર્સ તથા એક કેમિસ્ટ અને એક એજન્ટ સહિતના આરોપીઓની ધરપકડ કરી જે, હવાલે કરેલ તથા તેની સામે ચાર્જશીટ રજુ કરી ફરિયાદ દાખલ કરેલ


ડિરેક્ટર્સ પૈકી એક ડિરેકટર હર્ષ પ્રફુલભાઇ દેસાઇએ અમદાવાદ ખાતેની ગુજરાત હાઇકોટ” સમક્ષ જામીન અરજી અમદાવાદની જાણીની કાનુની પેઢી લાખાણી એન્ડ લાખાણી લીગલ કન્સલ્ટન્સી એલ.એલ.પી. મારફતે દાખલ કરેલી જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ પોતાના તા. ૧-ર-ર૦ર૧ ના હુકમથી ડિરેકટર હર્ષ દેસાઇની જામીન અરજી મંજુર કરી તેને જામીન ઉપર મુકત કરવા હુકમ કરેલ હતો.


ત્યારબાદ આ કેસના અન્ય ર આરોપીઓ (૧) તામેશ્વર પાટલે તથા (ર) મનોજકુમાર ઉમાનંદ કુકરેટીએ પોતાની જામીન અરજી સુરતની સેસન્સ કોર્ટ સમક્ષ રજુ કરેલી જેમા તેમને પણ પોતાના વકીલ તરીકે તે જ કાનુની પેઢી લાખાણી એન્ડ લાખાણી લીગલ કન્સલ્ટન્સી એલ.એલ.પી. ને રોકેલ હતા.
અરજદાર- આરોપી તામેશ્વર યોગરાજ પાટલે તથા મનોજકુમાર ઉમાનંદ કુકરેટીની જામીન અરજીઓ સુરતી સેસન્સ કોર્ટ દ્ગારા ગ્રાહ્ય તેમજ મંજુર રાખવામાં આવી હતી. અને સેસન્સ અદાલતના તા. ૦ર-૦૩-ર૦ર૧ ના હુકમથી આ બંને આરોપીઓને પણ જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવવામાં આવેલ છે.

અરજદાર આરોપીઓ (૧) તામેશ્વર યોગરાજ પાટલે તથા મનોજકુમાર ઉમાનંદ કુકરેટીની જામીન અરજીઓના કામે સુરતની સેસન્સ કોર્ટ સમક્ષ અમદાવાદની જાણીતી કાનુની પેઢી લાખાણી એન્ડ લાખાણી લીગલ કન્સલ્ટન્સી એલ.એલ.પી. ના વકીલો પિયુષભાઇ લાખાણી, મિલનભાઈ લાખાણી, રીટાબેન લાખાણી, ધ્વનિ લાખાણી, લાખાણી મારૂતિ તેમજ સુરત સ્થાનિકની વકીલાત પેઢી મે. ટ્રાયો લીગલ કન્સલ્ટસ ના વકીલોની લાખાણી, ધ્રૂવ ઠકકર તથા હર્ષિત શાહ રોકાયેલ હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો