ગુજરાત બજેટ: મોરબીમાં બનશે મેડિકલ કોલેજ, વિશ્વ કક્ષાનું સીરામીક કલસ્ટર, અને પીપળી-જેતપર રોડને ફોર ટ્રેક કરાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-03-2021

નાણાંમંત્રીએ કહ્યું કે, 20 સિવિલ હોસ્પિટલોમાં આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર અપાશે. આ સાથે સુરતની કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા 25 કરોડ આપવામાં આવશે. નવી 150 એમ્બ્યુલન્સ માટે 30 કરોડની જોગવાઇ કરવામાં આવી છે આ સાથે108 એમ્બ્યુલન્સ સર્વિસમાં વધુ નવી 150 એમ્બ્યુલન્સ ઉમેરાશે. ઓછા જન્મ સાથે જન્મતા બાળકોની સારવાર માટે 145 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મોરબી અને ગોધરામાં નવી મેડિકલ કોલેજ માટે 50 કરોડ ફાળવવામાં આવશે.

મોરબીને વિશ્વકક્ષાનું સીરામીક ક્લસ્ટર બનાવવાની સાથે જેતપર-પીપળી રોડ ઉપરાંત મહેન્દ્રનગરથી હળવળને જોડતો માર્ગ ફોરલેન બનાવવાની જાહેરાત આજે બજેટ દરમિયાન કરી છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે આજે વિધાનસભામાં બજેટ રજૂ કરતા મોરબીના સિરામીક ઉધોગ માટે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પીપળી-જેતપર રોડ તેમજ મહેન્દ્રનગરથી હળવદ રોડને ફોરટ્રેક બનાવવાની જાહેરાત કરી આ યોજના માટે રૂ. 309 કરોડની જોગવાઈ કરી હોવાનું જણાવ્યુ હતું. આ ઉપરાંત મોરબીના સિરામીક ક્લસ્ટરને વિશ્વ કક્ષાનુ બનાવવા માટે બજેટમા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી.

ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં મોરબીનો પ્રાણપ્રશ્ન રાજ્ય સરકારે હાથ ઉપર લેતા મોરબી સિરામીક ઉધોગકારોવતી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ તેમજ પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ, ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ પ્રભારી મંત્રી સોરભભાઇ પટેલનો મોરબી સિરામીક એશોસીએસન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

નાણાંમંત્રીએ બજેટમાં જણાવ્યું કે, PM માતૃવંદના યોજના માટે 66 કરોડની જોગવાઇ કરાઇ છે. અમદાવાદ નવી સિવિલની સુવિધાઓ અપગ્રેડેશન માટે 87 કરોડ ફાળવવામાં આવ્યા છે. આદિજાતિ વિકાસ વિભાગ માટે 2 હજાર 656 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા માટે 4 હજાર 353 કારોડની જોગવાઈ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં રૂ.675 કરોડના ખર્ચે પીવાના પાણી માટે 143 કિ.મીની બલ્ક લાઈન પાઈપ લાઈન નાંખવામાં આવશે. રાજકોટમાં પીપીપી ધોરણે નવુ બસ સ્ટેશન અને અન્ય સ્થળો 6 નવા બસ સ્ટેન્ડ બનશે, રૂ.100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો