Gujarat Budget 2021 ગુજરાત રાજ્યનું 2021-2022નું અંદાજપત્ર, ( Budget ) પ્રજાલક્ષી હોવા સાથે ગુજરાતમાં વિકાસયાત્રાને વધુ વેગ આપનારુ હશે તેમ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ
Gujarat Budget 2021 ગુજરાત રાજ્યનું 2021-2022નું અંદાજપત્ર (Budget ) રજૂ કરતા પૂર્વે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતનું અંદાજપત્ર વિકાસયાત્રાને વધુ વેગવાન બનાવનારુ હશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રજાએ ભાજપ ઉપર વિશ્વાસ મુકીને જીત અપાવ્યા બાદ, સરકાર અને ભાજપની જવાબદારી પ્રજા પ્રત્યે વધી જાય છે. આથી આ બજેટ પ્રજાકલ્યાણને અનુલક્ષીને પ્રજાલક્ષી હશે તેમ કહ્યું. સાથોસાથ કોરોનાકાળમાં આરોગ્યની જે સેવાની જરૂરીયાત ઊભી થઈ હતી તેને નજરમાં રાખીને આરોગ્ય સેવાઓ વિસ્તૃત કરવામાં આવશે તેવો ઈશારો પણ કર્યો હતો.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો