‘ફાસ્ટેગ’માં નવી સુવિધા: પેટ્રોલ-ડિઝલ ભરાવી શકાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-03-2021

દેશભરમાં ટોલનાકા પર ટેકસ ચુકવવા માટે ફાસ્ટેગ ફરજીયાત કરાયા બાદ હવે તેનો બહુહેતુક ઉપયોગ કરવાની દિશામાં તૈયારી શરુ કરવામાં આવી છે જે અંતર્ગત ફાસ્ટેગ મારફત પેટ્રોલ-ડીઝલ ભરાવવાની પણ સુવિધા મળશે. ઉપરાંત પાર્કિંગ ચાર્જ પણ ચુકવી શકાશે. આ સુવિધા માટે કાર્યવાહી ચાલુ છે. અમુક ટેકનીકલ પ્રશ્ર્નો ઉભા થયા છે તે દૂર થતા જ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે ફાસ્ટેગ મારફત પ્રથમ પાર્કિંગ ચાર્જ વસુલીની સવલત અપાશે. આ સુવિધા પ્રથમ દિલ્હીથી શરુ થશે અને તબકકાવાર મુંબઈ, ચેન્નઈ, કોલકતા સહિતના મહાનગર સાથે દેશભરમાં શરૂ કરાશે. આ સિવાય પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ)ની મદદથી વાહન ચાલકો પેટ્રોલ-ડીઝલ-સીએનજી પણ ભરાવી શકાશે. ફાસ્ટેગ મારફત પાર્કિંગ ચાર્જ ચુકવવા માટે હૈદ્રાબાદ તથા બેંગ્લોર એરપોર્ટ પર પાયલોટ પ્રોજેકટ શરુ કરી દેવામાં આવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો