પેટ્રોલ-ડિઝલ સસ્તા કરવા સરકાર કરી રહી છે તૈયારી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-03-2021

દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડિઝલના ભાવથી જે વ્યાપક આક્રોશ સર્જાયો છે. તેનાથી હવે કેન્દ્ર સરકાર પર આ ઈંધણ પરની એકસાઈઝ ઘટાડવાનું દબાણ છે તથા દેશભરમાં એક સમાન ભાવ રહે તે હેતુથી ઈંધણને હવે જીએસટીમાં લાવવા માટેની હિલચાલ પણ વેગવંતી બની છે.નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્વએ ક્રુડતેલના ભાવમાં જે સતત વધારો જોવા મળી રહ્યો છે અને રૂપિયાની કિંમત પર દબાણ છે તેના કારણે ઈંધણના ભાવમાં વધારો જરૂરી બની ગયો છે. ભારત તેની પેટ્રોલ-ડીઝલ-ગેસ સહિતના ઈધણની જરૂરિયાતમાં 80% આયાત પર નિર્ભર છે.


જો કે બીજી તરફ એ દલીલ પણ થાય છે કે વિશ્ર્વમાં ત્રીજા સૌથી મોટા પેટ્રોલ-ડીઝલ-ગેસ વપરાશકાર દેશમાં સરકારી ટેક્ષનું ભારણ 60% જેટલું ઉંચુ છે જેના કારણે ભાવ વધુ પડતર છે. સરકારે ક્રુડતેલ સસ્તું હતું તે સમયે એકસાઈઝમાં વધારો કરીને આવક વધારવા પ્રયાસ કર્યો હતો તે હવે ઉંચા ક્રુડતેલ સમયે ભાવને વધુ પડતા ઉંચા રાખી રહ્યા છે.સૂત્રોના જણાવ્યા મુજબ પાંચ રાજયોની ધારાસભા ચૂંટણીમાં માથા પર છે અને તે સમયે મોંઘવારી એક મુદો બની જશે જે ભાજપ માટે મુશ્કેલી લાવી શકે છે.

હજુ બે દિવસ પુર્વે જ પેટ્રોલ-ડિઝલના ભાવ કયારે ઘટશે તે અંગે ‘ધર્મસંકટ’ જેવા શબ્દોનો ઉપયોગ કરનાર નાણામંત્રી નિર્મલા સીતારામનના વિભાગે ઓચિંતુ જ હવે એકસાઈઝ ઘટાડવવાનું વિચારવાનું શરુ કરી દીધુ તે પણ સૂચક છે. જો કે સરકાર વિચારે છે કે એક વખત ક્રુડતેલ ભાવ સ્થિર થાય અને પેટ્રોલ-ડિઝલના ભાવ જે હાલ દૈનિક વધઘટ થાય છે તે સ્થીર થાય તે સમયે એકસાઈઝ ઘટાડવાથી લોકોને રાહત મળશે. નહીતર રોજના ભાવ વધારાથી જે ઘટાડો થયો છે તે પણ અસરહીન થઈ શકે છે. બીજી તરફ ઓઈલ ઉત્પાદક દેશો પર પણ તેનું ઉત્પાદન વધારીને ભાવ ઘટાડવાનું દબાણ છે. જેથી ક્રુડતેલ સ્થિર થઈ જશે. આમ સરકાર તમામ સ્થિતિની વિચારણા કરીને જ બાદમાં એકસાઈઝ ઘટાડશે અને રાજકીય રીતે પણ કયારે લાભદાયક છે તે ગણતરી પણ કરશે તે નિશ્ચિત 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો