Election Results: 2015ના પરિણામોને પલટશે ભાજપ : વિજય તરફ ભાજપની આગેકૂચ

New Delhi: BJP supporters celebrate their victory in the 2019 Lok Sabha elections at the party headquarters in New Delhi, Thursday, May 23, 2019. Counting trends indicate NDA's landslide victory in the polls. (PTI Photo/Manvender Vashist) (PTI5_23_2019_000193B)

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોઈએ તો, 2015માં જે મતદારો ભાજપથી રિસાયા હતા, તેમણે 2021માં ભાજપ પર ભરોસો મૂક્યો છે તેવું દેખાઈ રહ્યું છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-03-2021

શરૂઆતનો ટ્રેન્ડ ભાજપ તરફી દેખાઈ રહ્યો છે, ભાજપના દિગ્ગજો તો અગાઉથી જ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી ચૂક્યા છે

આજે ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી (gujarat election) નું પરિણામ ધીરે ધીરે આવી રહ્યું છે, જેમાં પિક્ચર ક્લિયર થઈ રહ્યું છે. સવારે 9 વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ થઈ ગઈ હતી. 31 જિલ્લા પંચાયતોની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. 231 તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. 81 નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી (Gujarat Municipal Election 2021) શરૂ થઈ ચુકી છે. જેમાં 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર 2655 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 955 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 117 બેઠક બિનહરીફ થઈ છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 12,265 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના 4,657 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત 81 નગરપાલિકાની 2720 બેઠકોમાંથી 95 બેઠક બિનહરીફ થઈ છે. 81 નગરપાલિકામાં 7246 ઉમેદવારો મેદાનમાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોઈએ તો, 2015માં જે મતદારો ભાજપથી રિસાયા હતા, તેમણે 2021માં ભાજપ પર ભરોસો મૂક્યો છે તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતગણતરી તમામ ચાલી રહી છે દરમિયાન સૌપ્રથમ પોસ્ટલ બેલેટ ત્યારબાદ બેલેટ પેપર અને ત્યાર પછી ઇવીએમ ખોલીને વિજેતા ઉમેદવારના નામ જાહેર કરવામાં આવી રહી છે જોકે મોરબી નગરપાલિકા, વાંકાનેર પાલિકા અને મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપનો ઘોડો વિનમાં હોય તેવું ચિત્ર હાલમાં જોવા મળી રહ્યું છે કારણ કે મોરબી નગરપાલિકાના અત્યાર સુધીમાં ૪ વોર્ડ જે જાહેર થયા છે તે ચારેય વોર્ડની અંદર ભાજપની પેનલ વિજયી બની છે જેથી કરીને ભાજપ મોરબી નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યા તેવી સ્થિતી હાલ માં જોવા મળી રહી છે

મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકા માટે ચૂંટણી યોજાઇ હતી અને મતદાન કરવામાં આવ્યું હતું જે મતદાનની મતગણતરી આજે જિલ્લામાં જુદા જુદા સાત સેન્ટર ઉપર કરવામાં આવી રહી છે અને સાથે સેન્ટર ઉપર સૌપ્રથમ પોસ્ટલ બેલેટ ત્યારબાદ બેલેટ પેપર અને ત્યાર પછી ઇવીએમ મશીનમાંથી મતદાનના આંકડાઓને જાહેર કરવામાં આવી રહ્યા છે હાલમાં સવારના ૧૦:૩૦ વાગ્યામાં જે માહિતી મળી રહી છે ત્યારે અત્યાર સુધીમાં કુલ મળીને ભાજપનો ઘોડો વિનમાં હોય તેવું ચિત્ર અને આવી રહ્યું છે

મોરબીમાં ભાજપનો આગળ

મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર ૧ ભાજપની પેનલનો વિજય થયો છે મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર ૨ માં પણ ભાજપની પેનલનો વિજય થયો છે મોરબી નગરપાલિકા વોર્ડ નંબર ૮ અને ૯ માં ભાજપની પેનલનો વિજય થયો છે આમ કુલ મળીને ચાર વોર્ડ જે શરૂઆતના ખોલવામાં આવ્યા છે તે ચારેય વોર્ડની અંદર ભાજપની પેનલ જંગી બહુમતિ સાથે વિજય મેળવ્યો છે

જિલ્લા પંચાયત જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો પૈકીની અત્યાર સુધીમાં ચાર બેઠકોની મતગણતરી પૂર્ણ કરવામાં આવી છે જેમાં મોટા દહીસરા બેઠક પર ભાજપનો વિજય થયો છે અને ચરાડવા બેઠકો પર ભાજપનો વિજય થયો છે તેવી જ રીતે લજાઇ બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે અને મોરબી તાલુકાની જિલ્લા પંચાયતની આમરણ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે જોકે હાલમાં ચિત્ર સામે આવી રહી છે તેમાં મોટાભાગના ભાજપના ઉમેદવારનો વિજય જોવા મળ્યો છે ખાસ કરીને વાંકાનેર નગરપાલિકાની વાત કરીએ તો વોર્ડ નંબર ૧ ની અંદર જે પરિણામ જાહેર કરવામાં આવ્યું તેમાં પણ ભાજપની પેનલને થયો છે એટલે કે કુલ મળીને એકલદોકલ જગ્યાઓને બાદ કરતાં મોટાભાગની જગ્યાઓ પર ભાજપના ઉમેદવારો વિજય થતા હોય તેવું ચિત્ર પ્રારંભથી જોવા મળી રહ્યું હતું જેથી કરીને મોરબી નગરપાલિકા નગરપાલિકા અને મોરબી જીલ્લા પંચાયતમાં ભાજપ નો ઘોડો આગળ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ઉના, બારડોલીમાં ભાજપની જીત

6 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. જોકે, હવે નગરપાલિકા, જિલ્લા તથા તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. અનેક જિલ્લા, તાલુકા અને નગરપાલિકામાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. અત્યાર સુધી ઊના નગરપાલિકા અને સુરેન્દ્રનગર નગરપાલિકામાં વધુ બેઠક સાથે ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. પાટીદારોના ગઢ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાજપ વિજય ભણી આગળ જઈ રહ્યું છે. તો કોંગ્રેસ રકાસ તરફ આગળ વધી રહ્યું છે. આ વચ્ચે આમ આદમી પાર્ટી એકદ-દોકલ બેઠક મેળવી રહ્યું છે. અત્યાર સુધી ઊના, બારડોલીમાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યું છે. આ પરિણામ પર ક્યાંકને ક્યાંક મહાનગરપાલિકાના પરિણામની સીધી અસર જોવા મળી રહી છે. લોકોએ મહાનગરપાલિકા બાદ અન્ય વિસ્તારોમાં પણ ભાજપ પર પસંદગી  ઉતારી છે.

ભાજપ તરફી પરિણામ

2015માં યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે ભાજપને મોટો ફટકો પડ્યો હતો. 31 જિલ્લા પંચાયતોમાંથી કોંગ્રેસને 24 અને ભાજપને ફાળે સાત ગઈ હતી. પરંતુ હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ભાજપ 2015ના પરિણામોને બદલી રહ્યું છે. જે રીતે ભાજપ જીત તરફ આગળ જઈ રહ્યું છે તે જોતા જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાય તેવું ચિત્ર બની રહ્યું છે. શરૂઆતનો ટ્રેન્ડ ભાજપ તરફી દેખાઈ રહ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી, સીઆર પાટીલ અને નીતિન પટેલ કહી ચૂક્યા છે કે, મહાનગરપાલિકાની જેમ સ્થાનિક સ્વરાજ્યની અન્ય ચૂંટણીઓમાં પણ ભાજપનો ભગવો લહેરાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો