AIRTEL એ દેશમાં સૌથી મજબૂત સ્પેક્ટ્રમ હોલ્ડિંગ પ્રાપ્ત કર્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-03-2021

ખાનગી ટેલિકોમ કંપની ભારતી એરટેલે મંગળવારે જણાવ્યું કે, સ્પેક્ટ્રમની તાજેતરની હરાજીમાં તેણે રૂ.18,699 કરોડની રેડિયોતરંગોનું અધિગ્રહણ કર્યું છે. કંપનીએ એક નિવેદનમાં આ માહિતી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે કંપનીએ 355.45 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ, મિડ બેન્ડ અને 2300 મેગાહર્ટઝ બેન્ડનું અધિગ્રહણ કર્યું છે. આથી કંપનીને દેશમાં મજબૂત સ્પેક્ટ્રમ હોલ્ડિંગ પ્રાપ્ત થઇ ગયું છે. કંપનીએ કહ્યું છે કે આને કારણે તેને ભવિષ્યમાં 5G સેવાઓ પૂરી પાડવામાં સફળતા મળશે.

કંપનીનું કહેવું છે કે હવે તેની પાસે દેશભરમાં ગીગાહર્ટ્ઝ ઉપક્ષેત્રમાં સ્પેક્ટ્રમ હાંસલ કરી લીધા છે, જેથી શહેરોમાં તેની સેવાઓ ઘરની અંદર અને ઇમારતોમાં પણ સારી કવરેજ આપી શકશે. આ ઉપરાંત આ સ્પેક્ટ્રમથી ગામોમાં કંપનીની ટેલિકોમ સેવાઓ વધુ સારી બનશે.

એરટેલે કહ્યું છે કે હરાજીમાં મોટી માત્રામાં સ્પેક્ટ્રમની ઉપલબ્ધતા હોવા છતાં, 700 મેગાહર્ટઝ બેન્ડમાં ઓપરેટરો તરફથી કોઈ બોલી લેવામાં આવી નથી કારણ કે તે આર્થિકરૂપે ઉપયોગી નથી. આ બેન્ડની અનામત કિંમત ખૂબ જ ઉંચી રાખવામાં આવી છે.

ભારતી એરટેલના ભારત અને દક્ષિણ એશિયા ક્ષેત્રના પ્રબંધ ડિરેક્ટર અને સીઇઓ ગોપાલ વિટ્ટલે કહ્યું કે હવે કંપની પાસે મજબૂત સ્પેક્ટ્રમ પોર્ટફોલિયો થઇ ગયો છે. આથી ભારતમાં પોતાના ગ્રાહકોને સૌથી સારા મોબાઇલ બ્રોડબેન્ડનો અનુભવ કરાવમાં સફળ થશે.

દૂરસંચાર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પેક્ટ્રમની હરાજી આજે બિડિંગના બીજા દિવસે સમાપ્ત થઈ હતી. જેમાં કુલ સાત બેન્ડમાં ચાર લાખ કરોડ રૂપિયાના 2,308.80 મોગાહટ્ઝ સ્પેક્ટ્રમની હરાજી માટે મૂકવામાં આવી હતી. હરાજીના પહેલા દિવસે કુલ 77,146 કરોડની બિડ મળી હતી. રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ તેમાં ભાગ લીધો હતો. સરકારે પ્રાપ્ત કરેલી બિડ અંગે જણાવ્યું હતું કે તે અપેક્ષા કરતા વધુ સારું રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો