મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1પ પ્રાઇવેટ હોસ્પિટલોમાં વેકસીન અપાઇ રહી છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-03-2021

આજે 1 માર્ચથી રાજ્યભરમાં ખાનગી હોસ્પિટલમાં કોરોના વિરોધી રસી આપવાનું શરૂ થયું. નવા તબક્કાના વેક્સિનેશનમાં હાલ, 60 વર્ષથી ઉપરના લોકો અને 45 વર્ષથી ઉપરના લોકો જેને કોઈ અન્ય બીમારી હોય તેને જ વેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં વેક્સિનની કિંમત રૂ. 250 પ્રતિ ડોઝ રહેશે. જેમાં રૂ. 150 વેક્સિનની કિંમત અને રૂ. 100 પ્રોસેસિંગ ચાર્જ હશે. સરકારી હોસ્પિટલમાં નિ:શુલ્ક વેક્સિન અપાશે.

આ ઉપરાંત પ્રાઇવેટ હોસ્પિટલમાં ડોકટર પ્રાથમિક તપાસ કરશે અને વેક્સિનનો ડોઝ અપાયા બાદ પણ વેક્સિન લેનારને 30 મિનિટ સુધી ત્યાં રાખશે, જેથી કોઈ આડ અસર નથી તે જોવાનું રહેશે. સાથે જ વેક્સિન લેતા પૂર્વે મોબાઈલ એપ પર ઓનલાઈન રજીસ્ટર કરવાનું રહેશે.પ્રાઇવેટ હોસ્પિટલ (પ્રતિ દિવસ વેક્સિન ડોઝ)

મોરબી :

આયુષ, જૂના બસ સ્ટેન્ડ પાસે (100 લોકોને પ્રતિ દિવસ વેક્સિન આપી શકશે)

ક્રિષ્ના હોસ્પિટલ, સનાળા મેઈન રોડ (100)

સાંઈ હોસ્પિટલ, વાંકાનેર (20)

પોરબંદર :

મોરારજી ઠકરાર હોસ્પિટલ, GEB  કોલોની પાસે, પોરબંદર (100 ડોઝ પ્રતિ દિવસ)

સુરેન્દ્રનગર :

સી. યુ. શાહ મેડિકલ કોલેજ (100 ડોઝ પ્રતિ દિવસ)

જનસેવા હોસ્પિટલ (70)

મેડિકો હોસ્પિટલ (60)

નિરામય ઓર્થોપેડીક હોસ્પિટલ (70)

પ્રમુખ સ્વામી હોસ્પિટલ (70)

સવા હોસ્પિટલ (50)

ચિરંજીવી હોસ્પિટલ, લીંબડી (70)

જામનગર :

બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, સુમેર ક્લબ રોડ, (40)

જામનગર ક્રિટીક લ કેર સેન્ટર (50)

શ્રી આનંદ બાવા કિડની સેન્ટર, લીમડા લેન (20)

દેવભૂમિ દ્વારકા :

રાનિંગા ઓર્થો. હોસ્પિટલ, સલાયા રોડ, ખંભાળિયા (20)

સાકેત હોસ્પિટલ, રેલવે સ્ટેશન પાસે, ખંભાળિયા (100)

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો